Banaskantha: ડીસામાં કોરોના દર્દીઓ માટે દેવદૂત બન્યા જાણીતા બિલ્ડર, ઓક્સિજનની બોટલ આપી

|

May 01, 2021 | 11:29 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે સેવાભાવી લોકો સામે આવ્યા છે. ડીસાના જાણીતા બિલ્ડર પી એન માળી દ્વારા અત્યાર સુધી 100 થી વધુ ઓક્સીજનની બોટલ નિ:શુલ્ક આપવામાં આવી છે. જેના કારણે અનેક લોકોના મોત ના મુખમાં જતાં બચી રહ્યા છે.

જન સેવા એજ પ્રભુ સેવા આ ઉક્તિને સાર્થક કરતા ડીસાના જાણીતા બિલ્ડર પી એન માળી દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના નિ:શુલ્ક ઓક્સિજન બોટલ નું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બિલ્ડર દ્વારા 100 થી વધુ ઓક્સિજન બોટલ કોરોના પોઝિટિવ દર્દીઓની નિઃશુલ્ક આપવામાં આવી છે.

જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જે કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂરિયાત હોય છે તેમને ઓક્સિજન બોટલ નિશુલ્ક આપવામાં આવે છે. અનેક એવા દર્દીઓ છે કે જે ઓક્સિજન વિના મોતને ભેટી શકે તેવી સ્થિતિમાં છે. ત્યારે તેમને પ્રાણવાયુ મળતા તેમના સ્વજનો ઓક્સિજનની સેવા કરનારનો આભાર માની રહ્યા છે.

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી અછત ઓક્સિજનની છે. લોકો વારંવાર ઓક્સિજન મળી રહે તે માટે અમોને મદદ માટે ફોન કરી રહ્યા છે. તે વચ્ચે અમદાવાદ અને છત્રાલથી નવી સો જેટલી ઓક્સિજન બોટલ ખરીદવી છે. જે ઓક્સિજન બોટલ જે કોરોના દર્દીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. તેમને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

Next Video