રાજ્યમાં વધુ એક નવજાત બાળક તરછોડાયું, નડિયાદ અનાથ આશ્રમ બહાર કોઈ 1.5 માસના બાળકને મૂકી ગયું

|

Nov 11, 2021 | 9:06 AM

Nadiad: રાજ્યમાં વધુ એક બાળકને તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદના અનાથ આશ્રમ આગળ રાત્રે કોઈ બાળકને મુકીને જતું રહ્યું હતું.

નડિયાદમાં (Nadiad) વધુ એક નવજાત બાળકને (newborn child) તરછોડવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ (Orphanage) બહાર બુધવારની મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું. બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ આશ્રમના સંચાલકો બહાર આવ્યા. બાળકની તબિયત નાજુક લાગતા તેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવાયું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તરછોડાયેલા નવજાત બાળકની ઉંમર અંદાજીત દોઢ માસ છે. નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટનાસ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે. માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને કોણ મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે અનાથ આશ્રમના સંચાલકો દ્વારા બાળ સુરક્ષા વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે હાલમાં આ બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકની ઉંમર આશરે દોઢ મહિનાની છે. તો ઘટનાની જાણ થતા જ નડિયાદ પશ્ચિમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો પીઆઇ બી.પી.પટેલ નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને કોણ મૂકી ગયું તે દિશામાં તપાસ આગળ વધારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે.

 

આ પણ વાંચો: Mahisagar: લુણાવાડા હોસ્પિટલમાં આરોપીના ચેકઅપ માટે ગઈ પોલીસ, અને પછી જે થયું એ જાણીને તમને પણ થશે અચંબો

આ પણ વાંચો: Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

Published On - 8:43 am, Thu, 11 November 21

Next Video