હરણ એ નાના મોટા સૌનું પ્રિય પ્રાણી હોય છે. જેને જોવા માટે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. પરંતુ આવા એક બે નહીં પણ હજારો હરણોનું ટોળું તમને એકસાથે જોવા મળે તો વાત જ ના પૂછો. હાલમાં સોશિયલ મીડિયામાં હરણોના મોટા ટોળાનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો બીજી કોઈ જગ્યાનો નહિ પણ ગુજરાતના વેળાવદરનો (Velavadar) છે.
વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં (Black Bucks ) મોટા ટોળાનો વીડિયો સામે આવ્યો હતો. જે મૂળ ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો. ગૌરવની વાત તો એ છે કે આ વિડીયો ખુદ વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલા અદભૂત વીડિયોમાં કાળા હરણોને એક સાથે ભાગતા જોઈ શકાય છે. ભાવનગર જિલ્લાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં હજારો કાળા હરણો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. “એક્સિલન્ટ(Excellent )!” પીએમ મોદીએ આ વિડીયો શેર કરતા લખ્યું છે.
આ વિડીયો વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. જેમાં બ્લેક બક્સ મોટા ટોળામાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેને વડાપ્રધાને રીટ્વીટ કર્યો હતો.
માહિતી વિભાગના જણાવ્યા મુજબ, “3,000 થી વધુ કાળા હરણ” નું ટોળું દેખાયું હતું. જે રસ્તો ઓળંગતી વખતે હવામાં ઊંચા કુદતા મારતા જોવા મળ્યા હતા.
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021
બ્લેકબક્સ સુરક્ષિત પ્રાણીઓ છે અને તેમના શિકાર પર વન્યપ્રાણી અધિનિયમ હેઠળ 1972 થી પ્રતિબંધ છે. ભારતીય ઉપખંડમાં તેમના શિકાર, વન નાબૂદી વગેરેના કારણે તેમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે અને હવે તેઓ લુપ્તપ્રાય પ્રજાતિની સૂચિનો એક ભાગ છે.
વેળાવદર નેશનલ પાર્ક, ભાવનગરથી ઉત્તરે આવેલું છે. એક કલાકની ડ્રાઈવ લઈને ત્યાં પહોંચી શકાય છે. તે કાળા હરણની વસ્તી માટે પ્રખ્યાત છે. દક્ષિણમાં ખંભાતના અખાતના દરિયાકાંઠાને મળતા આ અભયારણ્ય 34 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. કાળા હરણો સિવાય પણ આ ઉદ્યાનમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ વસે છે. પ્રવાસી પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ, જેમ કે પેલિકન્સ અને ફ્લેમિંગો પણ અહીં જોઇ શકાય છે.
કાળા હરણનો વિડીયો વડાપ્રધાને રીટ્વીટ કરતા તેને પણ અન્ય યુઝર્સે ખુબ પસંદ કર્યો છે અને આ અદભુત વીડિયોને બીજા ઘણા રીટ્વીટ મળ્યા છે. લોકો આ વીડિયોની ખુબ વાહવાહી પણ કરી રહ્યા છે.