રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિકટ, સિવીલના બે વોર્ડ ખાલી કરાવીને કોવિડમાં ફેરવાયા

|

Apr 08, 2021 | 1:33 PM

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં, કોરોનાથી પિડાતા દર્દીઓની આવી રહેલી સંખ્યાને ધ્યાને લઈને, સિવીલ હોસ્પિટલના ટ્રોમા અને ગાયનેક સેન્ટરને અન્યત્ર તબદિલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના (corona ) દર્દીઓની વખતી સંખ્યાને કારણે સરકારે કરેલી વ્યવસ્થા પણ ઓછી પડી રહી છે. કોરોનાની સારવાર માટે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અનેક શહેરોમાં કોરોનાના દર્દીઓને મહામુસીબતે હોસ્પિટલોમાં સ્થાન મળી રહ્યાંના દાખલાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં (rajkot) સિવીલ હોસ્પિટલના બે વોર્ડ ખાલી કરીને તેના કોવિડના દર્દીઓની સારવાર માટે ફેરવવામાં આવ્યા છે.

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં, કોરોનાથી પિડાતા દર્દીઓની આવી રહેલી સંખ્યાને ધ્યાને લઈને, સિવીલ હોસ્પિટલના ટ્રોમા અને ગાયનેક સેન્ટરને અન્યત્ર તબદિલ કરવામાં આવ્યા છે. સિવીલ હોસ્ટલમાં કાર્યરત આ બન્ને વિભાગ ટ્રોમા અને ગાયનેક વિભાગને તાત્કાલિક અસરથી રેલ્વે હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યા છે. સિવીલ હોસ્પિટલના ટ્રોમાં અને ગાયનેક વિભાગને હવે કોવિડ19 વોર્ડમાં તબદિલ કરવામાં આવ્યા છે.

આ વોર્ડમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. જેથી રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આવી રહેલા કોરોનાથી પિડાતા દર્દીઓને દાખલ કરીને તબીબી દેખરેખ હેઠળ આરોગ્યલક્ષી સારવાર કરી શકાય.

Next Video