અમદાવાદ-સુરત બાદ રાજકોટ બન્યુ કોરોનાનું હોટસ્પોટ, જૂનની સરખામણીએ જુલાઈમાં 10 ગણા કેસ, સુપરસ્પ્રેડર શોધવા કવાયત

|

Jul 30, 2020 | 5:59 AM

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ કોરોનાનુ હોટસ્પોટ બની રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. બુધવારે કોરોનાથી નવ દર્દીઓના મોત નિપજ્યા બાદ, આજે વધુ સાત દર્દીઓના મોત નિપજ્યા છે. જૂનની સરખામણીએ જુલાઈમાં કોરોનાના કેસ 10 ગણા નોંધાયા છે.  રાજકોટમાં કોરોનાની સ્થિતિ વધુ કફોડી બની રહી હોવાનું ધ્યાને આવતા જ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ઉચ્ચ સનદી […]

અમદાવાદ-સુરત બાદ રાજકોટ બન્યુ કોરોનાનું હોટસ્પોટ, જૂનની સરખામણીએ જુલાઈમાં 10 ગણા કેસ, સુપરસ્પ્રેડર શોધવા કવાયત

Follow us on

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ કોરોનાનુ હોટસ્પોટ બની રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. બુધવારે કોરોનાથી નવ દર્દીઓના મોત નિપજ્યા બાદ, આજે વધુ સાત દર્દીઓના મોત નિપજ્યા છે. જૂનની સરખામણીએ જુલાઈમાં કોરોનાના કેસ 10 ગણા નોંધાયા છે.  રાજકોટમાં કોરોનાની સ્થિતિ વધુ કફોડી બની રહી હોવાનું ધ્યાને આવતા જ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ઉચ્ચ સનદી અધિકારીઓના કાફલા સાથે સમગ્રતયા બેઠક યોજી હતી. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓને તાકીદ કરી હતી. જેના ભાગરૂપે તંત્રે કોરોનાના સુપરસ્પ્રેડર શોધવાની કામગીરી બમણી કરી છે. એક જ વ્યક્તિથી વધુ લોકોને સંક્રમણ ફેલાવી શકે તેવા દૂધ, કરીયાણા, શાક-ફળના વિક્રેતાઓના કોરોનાના ટેસ્ટ કરવાની ઝડપ વધારી દેવાઈ છે. અત્યાર સુધી રાજકોટમાં 150થી 400 લોકોના કોરોનાના ટેસ્ટ કરાતા હતા તે હવે 600ની આસપાસ કરવાની શરુઆત કરી દેવાઈ છે.

Next Article