ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં મોસમનો સરેરાશ 25% વરસ્યો વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 50% વરસાદ

|

Jul 07, 2020 | 10:50 AM

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ઋતુ મોડેથી શરૂ થઈસ પરંતુ મોડેથી શરૂ થયેલા ચોમાસામાં અત્યાર સુધીમાં 25.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના પાંચ ઝોન પૈકી કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો સિઝનનો અડધો અડધ વરસાદ, ચોમાસાના પ્રારંભે જ વરસી ચૂક્યો છે. હજુ તો ચોમાસાને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય બાકી છે. બાકીના બે મહિનામાં આના […]

ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં મોસમનો સરેરાશ 25% વરસ્યો વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 50% વરસાદ

Follow us on

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ઋતુ મોડેથી શરૂ થઈસ પરંતુ મોડેથી શરૂ થયેલા ચોમાસામાં અત્યાર સુધીમાં 25.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના પાંચ ઝોન પૈકી કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો સિઝનનો અડધો અડધ વરસાદ, ચોમાસાના પ્રારંભે જ વરસી ચૂક્યો છે. હજુ તો ચોમાસાને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય બાકી છે. બાકીના બે મહિનામાં આના કરતા પણ વધુ વરસાદ વરસે તેવી સંભાવના છે.


ગુજરાતના પાંચ ઝોન પૈકી કચ્છમાં 51.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 15.53 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 16.14 ટકા અને ઉતર ગુજરાતમાં માત્ર 14 ટકા જ વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં 102.95 ટકા, કાલાવાડમાં 121.99 ટકા , કલ્યાણપૂરમાં 100 ટકા અને સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 141.30 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 12 તાલુકામાં 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 65 તાલુકામાં 2થી 5 ઈંચ, 104 તાલુકામાં 5થી 10 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 54 તાલુકામાં 10થી 20 ઈંચ સુધી અને 15 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી જ્યારે 40 ઈંચ કરતા વધુ વરસાદ એક તાલુકામાં નોંધાયો છે. ચોમાસા ઋતુ દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ 831 મીલીમીટર વરસાદ નોંધાય છે. આ વર્ષે ચોમાસુ ઋતુ શરુ થયાના માત્ર 14 દિવસમાં જ 212 મીલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય રીતે દર વર્ષે સૌથી વઘુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસતો હોય છે. પરંતુ આ વર્ષે કચ્છમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સિઝનનો અડધો વરસાદ વરસી ચૂક્યો છે.

Published On - 9:06 am, Tue, 7 July 20

Next Article