Assembly session : રાજયની 17 પ્રાથમિક શાળામાં વીજળીની પાયાની સુવિધા નહીં, સરકારે કર્યો ખુલાસો

|

Mar 05, 2021 | 12:31 PM

Assembly session : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારના ગામેગામ, ઘરેઘરે વીજળીના દાવા વચ્ચે ખુદ રાજ્ય સરકારે આ સ્પષ્ટતા કરી છે.

Assembly session : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારના ગામેગામ, ઘરેઘરે વીજળીના દાવા વચ્ચે ખુદ રાજ્ય સરકારે આ સ્પષ્ટતા કરી છે. રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં આ ખુલાસો કર્યો છે. જેમાં મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી. રાજ્યની 5,353 સરકારી જ્યારે 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની પણ સુવિધા નથી. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે મંજૂરી આપી નથી. 2 વર્ષમાં રાજ્ય આ 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 20 સરકારી શાળાઓને મંજૂરી મળી છે. સૌથી વધુ અમદાવાદમાં 1728 અને રાજકોટમાં 1035 ખાનગી શાળાઓને મંજૂરી મળી છે.

 

 

 

Next Video