Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા

અરવલ્લી જિલ્લામાં ગત મહિને ચોંકાવનારી ઘટના બની હતી. ભિલોડાના વર્તમાન ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટની ઘટના થઈ હતી. લૂંટારુઓએ ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારીની પત્નિને બંધક બનાવીને લુંટ આચરી હતી. આ ઘટનાને લઈ અરવલ્લી પોલીસ દ્વારા તપાસનો ધમાધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ઝડપી લીધા છે.

Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા
3 આરોપી LCB એ ઝડપ્યા
| Updated on: Oct 08, 2023 | 6:32 PM

અરવલ્લી જિલ્લામાં ગત મહિને ચોંકાવનારી ઘટના બની હતી. ભિલોડાના વર્તમાન ધારાસભ્ય પીસી બરંડાના ઘરે લૂંટની ઘટના થઈ હતી. લૂંટારુઓએ ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારીની પત્નીને બંધક બનાવીને લુંટ આચરી હતી. આ ઘટનાને લઈ અરવલ્લી પોલીસ દ્વારા તપાસનો ધમાધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃ Gujarat: રાજ્યના 69 Dy ક્લેકટરની બદલી, 69 મામલતદારોને પ્રમોશન, જુઓ સંપૂર્ણ યાદી

જિલ્લા પોલીસ દ્વારા ઘટના બાદ સતત 25 દિવસથી આરોપીઓને ઝડપી લેવા માટે આકાશ પાતાળ એક કરી લીધુ હતુ. ધારાસભ્યના ઘરે લુંટની ઘટનાને પગલે અરવલ્લી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાતમી આધારે આરોપીઓને ઝડપી લેવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે.

ASI ને મળી બાતમીને ભેદ ખૂલ્યો

ક્રાઈમ બ્રાન્ચના ASI શંકરજી ધુળાજીને બાતમી મળી હતી. નક્કર બાતમી નેટવર્ક આધારે મળતા જ એલસીબીની ટીમે ચોક્કસ પ્લાનિંગ સાથે આરોપીને ઝડપી લેવા માટે પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ટેકનીકલ ટીમ પણ એ જ સમયે સર્વેલન્સ દ્વારા સતત નજર રાખી રહી હતી અને આરોપીને બાઈક પર પસાર થવા દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગુજરાત બોર્ડર પર અંતરીયાળ રસ્તાઓ પર છે અને આ દરમિયાન પંડવાળા ગામની સીમમાં થઈને મેઘરજના રેલ્લાવાડા વિસ્તારમાં આવતા જ બાઈક પર સવાર 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓની જડતી લેતા પોલીસને તેમની પાસેથી જ 6 લાખ 90 હજારના સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જે લુંટ દરમિયાન તેઓ લુંટી ગયા હતા. જેમાં 20 હજાર રોકડ રકમ પણ સામેલ હતી.

આરોપી નોકર તરીકે ધારાસભ્યના ઘરે રહેતો હતો

પોલીસે આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ કરતા જેમાંથી એક આરોપી નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાત ધારાસભ્ય પીસી બરંડાના ઘરે નોકર તરીકે રહેતો હતો. આ ઘટનાના પહેલા આરોપીએ 50 હજાર રુપિયા કબાટમાં પડેલા ચોરી કરી લીધા હતા. જે અંગે ધારાસભ્યના પત્નિને જાણ ના થતા ફરીથી ચોરી કરવાની લાલચ જાગી હતી. જેથી તેણે રજા લઈને અન્ય મદદગાર આરોપીઓ સાથે મળીને ચોરીની યોજના ઘડી હતી.

પન્નાલાલ ઉર્ફે પ્રકાશ રાંતને રુબરુ મળીને યોજના ઘડી હતી કે, ઘરે શેઠાણી એકલા હોઈ રોકડ અને દાગીના મોટા પ્રમાણમાં મળશે. આ યોજના ઘડમાં ફરાર આરોપી લાલો મોઘાબાઈ ડામોર અને રાજેન્દ્ર વેલાજી ઢુહા પણ સામેલ હતા. આમ ચારેય જણાએ પ્લાન કરીને બાઈક લઈને વાંકાટીંબા આવીને રેકી કર્યા બાદ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે લાલા ડામોરને પકડવા માટે શોધ શરુ કરી છે.

ઝડપાયેલ આરોપી

  1. પન્નાલાલ ઉર્ફે પ્રકાશ કાન્તીલાલ રાંત. રહે. માલમાથા કવલાફળો તા.વીછીંવાડા જી.ડુંગરપુર, રાજસ્થાન
  2. રાજેન્દ્ર ઉર્ફે રાજુ વેલાજી રામાજી ઢુહા. રહે. ધામોદ ગોગાફળો. તા.વીછીંવાડા જી.ડુંગરપુર, રાજસ્થાન
  3. નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાત. રહે. રામપુર (ભરતપુર) તા.વીછીંવાડા જી.ડુંગરપુર, રાજસ્થાન

પકડવાનો બાકી આરોપી

  1. લાલો મોંઘાભાઈ ડામોર. રહે. ધામોદ ગોગાફળો. તા.વીછીંવાડા જી.ડુંગરપુર, રાજસ્થાન

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:04 pm, Sun, 8 October 23