AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્લીમાં ધરપકડ, રાઘવ ચઢ્ઢાએ કહ્યું ખોટી રીતે થઈ ગોપાલ ઇટાલિયાની ધરપકડ

|

Oct 13, 2022 | 2:38 PM

આપના પ્રદેશ પ્રમુખ દિલ્લી ખાતે મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા અને ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો કાઢીને ભાજપ સરકાર તેમને દબાવવાના પ્રયાસો કરે છે.

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્લીમાં ધરપકડ, રાઘવ ચઢ્ઢાએ કહ્યું ખોટી રીતે થઈ ગોપાલ ઇટાલિયાની ધરપકડ
ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ (ફાઇલ ફોટો)

Follow us on

આપના (AAP) પ્રદેશ પ્રમુખ દિલ્લી ખાતે મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા અને ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ  (Raghav Chadha) ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના  (Gopal italiya)  જૂના વિડીયો કાઢીને ભાજપ સરકાર  (Gujarat Election 2022) દબાવવાના પ્રયાસો કરે છે. ગોપાલ ઇટાલિયાએ ખોટું કર્યું હોય તો ધરપકડ કાર્યવાહી કરવી જોઈએ, પણ ખોટી રીતે દબાવવાના પ્રયાસો ન થવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં  ગોપાલ ઇટાલિયાની  ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ  ધરપકડ અગાઉ  ટ્વિટ પણ કર્યું હતું.

 

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

 

શું હતી ઘટના?

PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. . રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવવામાં આવ્યું હતું અને ત્યાં દિલ્લી ખાતે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં પણ ગોપાલ ઇટાલિયાનો વીડિયો થયો હતો વાઇરલ

તો તાજેતરમાં જ  ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી  કરતા જોવા મળ્યા હતા.

 

Published On - 2:11 pm, Thu, 13 October 22

Next Article