
અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ વાદળછાયુ બન્યા બાદ એક એક જ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. પંદરેક દીવસના અંતરમાં જ ફરી વરસાદ પડતા ખેડૂતોને માટે નુક્શાનની ભીતી સેવાઈ રહી છે. ઉનાળાની શરુઆતે જ ભર ચોમાસા જેવો માહોલના દ્રશ્યો સર્જાયા હતા. અરવલ્લી જિલ્લામાં માર્કેટ યાર્ડમાં રહેલ ખેત પેદાશો પણ વરસાદમાં પલળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે કમોસમી વરસાદને લઈ તૈયાર પાકમાં સમસ્યા સર્જાઈ છે. મોટા પ્રમાણમાં કરા વરસવાને લઈ રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી. વણીયાદ આસપાસના વિસ્તારમાં રસ્તાઓ પર કરા છવાયેલા જોવા મળી રહ્યા હતા.
આ પહેલા પણ વરસાદી માહોલ સર્જાવાને લઈ ખેડૂતોએ વિસ્તારમાં મોટો ફટકો સહન કર્યો હતો. હવે ફરી એક વાર ટૂંકા ગાળામાં કમોસમી વરસાદ વરસવાને લઈ ખેડૂતોને સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોને ઘઉં, ચણા, સહિતના પાકોમાં નુક્શાનની આશંકા સર્જાઈ છે. ઉમેદપુર જંબુસર પાસેની નદી બે કાંઠે થઈ ને વહી હતી.
Sudden weather change in #Modasa, received hailstones .#Aravalli #Gujarat pic.twitter.com/qfUm4GgJeG
— Tv9 Gujarati (@tv9gujarati) March 17, 2023
બપોર બાદ અચાનક જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. મોડાસા તાલુકાના દધાલીયા, મોતીપુરા, વણીયાદ, વરથુ સહિતના વિસ્તારના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ખેતીના પાકમાં ખેડૂતોમાં નુક્શાનની ચિંતા વ્યાપવાની ભીતી સર્જાઈ છે. વિસ્તારમાં ઘઉ, એરંડા અને કઠોળના પાકનુ વાવેતર મોટા પ્રમાણમાં થયુ હતુ. આ પાકનો કરા સાથે ધોધમાર વરસાદને લઈ નુક્શાન પહોંચ્યુ છે.
વિસ્તારના ખેડૂત સાથે Tv9 દ્વારા વાત થતા બતાવ્યુ હતુ કે, પહેલા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને નુક્શાન થયુ હતુ. હવે રહી સહી આશા ફરી એકવાર કમોસમી વરસાદ વરસતા ધોવાઈ ગઈ છે. વિસ્તારમાં ખેડૂતોના ઘઉં અને દિવેલા તેમજ કઠોળના પાકમાં વ્યાપક નુક્શાનની ચિંતા છવાઈ છે. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી ચુકી છે.
મોડાસાના ટીંટોઈ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ચણાનો પાક વરસાદમાં પલળી જવા પામ્યો છે. વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકવાને લઈ આ સ્થિતી સર્જાઈ હતી. માર્કેટયાર્ડના કર્મીઓ અને વહેપારીઓએ પાકને બચાવવા માટે તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વરસાદમાં તે પાક પલળવા પામ્યો હતો.
Published On - 4:24 pm, Fri, 17 March 23