Aravalli: શામળાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો, એલર્ટને પગલા વધુ પોલીસ કર્મીઓની ફાળવણી કરવામાં આવી

|

Jun 12, 2022 | 9:49 AM

યાત્રાધામ શામળાજી મંદિર (Shamlaji Temple) ની સુરક્ષા માટે વધારો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, સાથે જ ખાનગી સિક્યુરીટી વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસર પર પણ પોલીસ દ્વારા તમામ હિલચાલ પર નજર ચાંપતી રાખવામાં આવી રહી છે.

Aravalli: શામળાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો, એલર્ટને પગલા વધુ પોલીસ કર્મીઓની ફાળવણી કરવામાં આવી
Shamlaji મંદિરની સુરક્ષામાં વધારો કરાયો

Follow us on

અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શામળાજી મંદીર (Shamlaji Temple) ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આંતકી ધમકીઓને પગલે દેશ અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવાઈ છે, આવી સ્થિતીમાં શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા માટે વધારો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, સાથે જ ખાનગી સિક્યુરીટી વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસર પર પણ પોલીસ દ્વારા તમામ હિલચાલ પર નજર ચાંપતી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પુનમ આવતી હોઈ તેમજ એ દિવસે લક્ષદ્વીપ અને દમણ-દિવ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલ પટેલ (Praful Patel) દર્શને આવતા હોઈ સુરક્ષા વ્યવસ્થામાં ચુક ના રહી જાય એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP Aravalli) દ્વારા સીધુ મોનિટરીંગ હાથ ધરાયુ છે.

એસપીએ અરવલ્લી દ્વારા મંદિરની સુરક્ષા અંગે સમિક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંદિરની સુરક્ષા માટે જરુરી પોલીસ ફોર્સનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ મંદિર પરીસરમાં સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા માટે ખાનગી સિક્યુરીટીને પણ વધારી દેવામાં આવી હતી. મંદિર પરીસરમાં 10 પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે. સાથે જ શામળાજી નજીક આવેલ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યુ છે-DySP

મોડાસા વિભાગીય ડીવાયએસપી ભરત બશીયાએ જણાવ્યુ હતુ કે,  આંતકી સંગઠન દ્વારા ભારતમાં હુમલાની દહેશત વર્તાઈ રહી છે. જેને લઈને અરવલ્લી જિલ્લામાં પણ એલર્ટને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને શામળાજી મંદિર ખાતે પણ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. જિલ્લામાં શંકાસ્પદ વાહનોનુ ચેકિંગ પણ ચેકપોસ્ટો પર કરવામાં આવી રહ્યુ છે. જિલ્લામાં તમામ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ પણ શરુ કરવામાં આવ્યુ છે. આંતર રાજ્ય ચેકપોસ્ટ ખાતે પણ ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે મીડિયાને વિગતો આપતા કહ્યુ હતુ કે,  ધાર્મિક સ્થાનો પર હુમલાની દહેશતને લઈને અમે પણ મંદિરની સુરક્ષા ટ્રસ્ટ દ્વારા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. મંદીર ટ્રસ્ટ દ્વારા મંદિરના સિક્યુરીટી કર્મચારીઓમાં વધારી દીધા છે. અમે અમારા 5 થી 7 કર્મચારીઓનો વધારો કર્યો છે.

 

 

 

Published On - 10:02 pm, Sat, 11 June 22

Next Article