Aravalli : શામળાજીનું મંદિર ભાવિક ભક્તો માટે વધુ એક સપ્તાહ બંધ, 7 જૂને ખુલશે દ્વાર

|

Jun 01, 2021 | 8:09 AM

Aravalli : સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વાર વધુ એક સપ્તાહ બંધ રાખવાનો શામળાજી મંદિર ટ્રસ્ટીઓએ કર્યો છે.

Aravalli : અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના ( Shamlaji Temple ) દ્વારા હવે આગામી 7 જૂનના રોજ ખુલશે. અગાઉ શામળાજી મંદિરના ટ્ર્સ્ટીગણ Shamlaji Trust દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે, મંદિરના દ્વાર પહેલી જૂનથી ખોલવા, પરંતુ એકાએક આ નિર્ણયમાં ફેરફાર કરીને મંદિરના દ્વાર વધુ સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓછી થતા, ગુજરાત સરકારે અનલોકની પ્રક્રીયા હાથ ધરી છે. જેને અનુસરીને શામળાજી મંદિરના ટ્રસ્ટીઓએ પણ યાત્રાધામ શામળાજીના ( Shamlaji Temple ) દ્વાર, પહેલી જૂન 2021થી ભાવિક ભક્તો માટે ખોલી નાખવાનો નિર્ણય કર્યો હતો. મંદિરના દ્વાર ખોલવાની જાહેરાત કરવાની સાથે સાથે ટ્ર્સ્ટીગણે કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા અને કરાવવાની જાહેરાત કરી હતી.

જો કે, મંદિરના ટ્રસ્ટીગણે Shamlaji Trust દ્વારા ખોલવાની કરેલા નિર્ણયને ગણતરીના કલાકોમાં જ ફેરવી નાખ્યો. અને પહેલી જૂનના રોજ ભાવિક ભક્તો માટે જે દ્વારા ખોલવાની જાહેરાત કરી હતી તેમાં ફેરબદલ કરીને, મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે વધુ એક સપ્તાહ એટલે કે સાત જૂન સૂધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

Next Video