
અરવલ્લી જીલ્લામાં વિભાગીય નાયબ નિયામક, ગાંધીનગરના ડૉ સતિષ કે મકવાણા ના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જીલ્લા પંચાયત-મોડાસા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. હાલમાં બેવડી ઋતુ હોવાને લઈ ઋતુજન્ય દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેને લઈ સમીક્ષા બેઠકમાં ભાર આ બાબતે મુકીને સજ્જતા કેળવવવા માટે સૂચનાઓ અપાઈ હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લાના તમામ પ્રોગ્રામ અધિકારીઓ,તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ઉપસ્થિતીમાં આરોગ્ય હેઠળ અપાતી વિવિધ સેવાઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી.
સમીક્ષા બેઠકમાં જિલ્લા ખાતે આપવામાં આવતી આરોગ્યની સેવાઓની વિવિધ ઈંન્ડીકેટર વાઇઝ રીવ્યું કરવામાં આવ્યું હતુ. તેમજ આરોગ્યની તમામ સેવાઓ વેગવન્તી બનાવવા માટે ગેપ એનાલીસીસ કરી ઉત્સાહવર્ધક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.
આ સાથે તાજેતરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા (VBSY) અન્વયે આરોગ્યના પ્રોગ્રામોમાં નેશનલ ટીબી નિર્મૂલન પ્રોગ્રામ,નોન કોમ્યુનિકેબલ ડીસીઝ,સિકલ સેલ એનેમિયા,પીએમજેએવાય, આભા કાર્ડ અંતર્ગતની કામગીરીમની સમીક્ષા કરાઈ હતી. સંભવિત બે ઋતુની સ્થિતિને આરોગ્યલક્ષી પહોચી વળવા માટેની તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
વાઇરલ ઇન્ફેકશન રોગચાળા અટકાયતી કામગીરીના ભાગરૂપે દવાઓ અને જરૂરી સાધન સામગ્રી સાથે દરેક આરોગ્ય કેન્દ્રો પર ટીમ સજ્જ રાખવા સૂચનાઓ અપાઈ હતી. તેમજ હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે પાણીજન્ય રોગચાળા અટકાયતી કામગીરી માટે ક્લોરીનેશનની કામગીરી કરવા તમામ ટીએચઓઅને મેડિકલ ઓફિસર ને સૂચના આપવામાં આવી હતી.
આરોગ્યની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપી લોકોએ મેળવેલ આરોગ્યની સેવાઓ VBSY માં “મેરી કહાની મેરી જુબાની” ના રૂપમાં લાભાર્થીનો સ્વ અનુભવ રજૂ કરી ઉદાહરણીય કામગીરી કરવા પ્રોત્સાહન પૂરું પાડવા આરોગ્ય ને લગતા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જીલ્લા વિકાસ અધિકારીએ પણ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં નાયબ નિયામક દ્વારા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન (PMABIM) અંતર્ગત જીલ્લા ખાતે મંજૂર થયેલ જીલ્લા હૉસ્પિટલની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી તેમજ ચાલી રહેલ કામગીરીનું નીરીક્ષણ કરવામાં આવ્યું.
Published On - 5:27 pm, Tue, 28 November 23