Rain in Aravalli: અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ, જાણો ક્યા કેટલો વરસાદ વરસ્યો

Rain in Aravalli: અરવલ્લી જિલ્લામાં શુક્રવારે જિલ્લાના અનેક હિસ્સાઓમાં વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે અને શનિવારે સવારે પણ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Rain in Aravalli: અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ, જાણો ક્યા કેટલો વરસાદ વરસ્યો
Rain in Aravalli
| Updated on: Jun 17, 2023 | 9:27 AM

અરવલ્લી જિલ્લામાં ગુરુવાર સાંજથી વરસાદની શરુઆત થઈ હતી. શુક્રવારે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને જિલ્લામાં ધનસુરા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ મોટા પ્રમાણમાં વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ જ અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ગુરુવાર મોડી રાત્રે અને શનિવારે વહેલી સવારે પણ વરસાદી માહોલ રહ્યો હતો.

ધનસુરા તાલુકામાં શુક્રવારે સૌથી વધારે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલા મેઘરજ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો. મેઘરજના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં પણ શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ધનસુરામાં દોઢ ઈંચ

જિલ્લામાં સૌથી વધારે વરસાદની અસર ધનસુરા અને ભિલોડા વિસ્તારમાં જોવા મળી હતી. ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં 35 મીમી વરસાદ શુક્રવારે નોંધાયો હતો. અત્યાર સુધી ધનસુરામાં 65 મીમી વરસાદ સિઝનમાં વરસી ચુક્યો છે. ભિલોડામાં શુક્રવારે 23 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકામાં આવેલા શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શામળાજી મંદિર પરિસર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયુ હતુ. આ ઉપરાંત શામળાજીના બજારોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોડાસા તાલુકાની વાત કરવામાં આવે તો. ગાજણ, ઈસરો, મરડીયા, જીવણપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરમાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પોણા ઈંચ વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. માલપુરમાં માત્ર પાંચ મીમી વરસાદ જ નોંધાયો હતો.

 

અરવલ્લી જિલ્લામાં વરસાદની સ્થિતી (In mm)
તાલુકો વરસાદ (24 કલાક) સિઝનનો કુલ વરસાદ
બાયડ 9 38
ભિલોડા 23 37
ધનસુરા 35 65
માલપુર 5 21
મેઘરજ 0 8
મોડાસા 18 74

 

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ

છેલ્લા બે દિવસથી સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શુક્રવારે નોંધાયો હતો. શનિવારે વહેલી સવારે પણ વરસાદ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસ્યો હતો. પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ત્રણ થી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ Shahid Afridi: અમદાવાદમાં રમવાને લઈ પાકિસ્તાનની બહાના બાજી સામે શાહિદ આફ્રિદીએ PCB ને લઈ નાંખ્યુ, કહ્યુ-ભૂત છે ત્યાં?

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:47 am, Sat, 17 June 23