અરવલ્લી જિલ્લાના સરડોઈ પંથકમાં દિપડાને લઈ લોકોમાં છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ભય ફેલાયેલો છે. મોડાસાના ઉત્તરીય પટ્ટાના 10થી 12 ગામના વિસ્તારોમાં દિપડાના કારણે સાંજ પડતા જ લોકોમાં ફફડાટ વ્યાપે છે. વિસ્તારમાં દિપડો સમયાંતરે દેખા દઈને પશુઓનુ મારણ કરી રહ્યો છે. જેને લઈ લોકોમાં હવે પોતાનો જીવ બચાવવાને લઈ ડર વ્યાપી રહ્યો છે. ગ્રામ વિસ્તારમાં આવીને દિપડો પશુઓનુ મારણ કરી જવાને લઈ લોકોમાં ડર વ્યાપી રહ્યો છે.
સરડોઈ પંથકના 10 થી 12 ગામના લોકો દિપડાના ભયથી ફફડી રહ્યા છે. વિસ્તારના ખેડૂતો સાંજ પડતા જ ખેતરમાં જઈ શકતા નથી. વિસ્તારમાં યુવાનોએ પણ બહાર કામ ધંધા અર્થે ગયા હોય તો અંતરિયાળ રસ્તાઓ પર એકલ દોકલ બાઈક જેવા વાહન પર આવી શકતા નથી. સાંજ પડતા ગામના છેવાડાના મકાનોના લોકો એકલ દોકલ ઘરની બહાર ફરી પણ નથી શકતા. છેલ્લા ત્રણ ચાર માસથી વિસ્તારના સરડોઈ, ભાટકોટો, ગોખરવા સહિતના ગામડાઓમાં દિપડો જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં દિપડો ગ્રામ્ય વિસ્તારની નજીક આવીને દિપડાનુ મારણ કરતો હોવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોને હવે પોતાના જીવ બચાવવા મુશ્કેલ લાગી રહ્યા છે. એક ખેડૂતો છેલ્લા એક માસમાં બે પશુઓને ગુમાવ્યા છે. જેમાં શનિવારની રાત્રી દરમિયાન એક ગાયની વાછરડીનુ મારણ દિપડાએ કરતા ફફડાટ વ્યાપ્યો છે.
ગોખરવા અને ભાટકોટા વિસ્તારમાં સ્થાનિક ગ્રામજનોમાં દિપડાની દહેશત વર્તાઈ રહી છે. જેને લઈ વિસ્તારના લોકો સાંજ પડતા જ સુરક્ષીત રીતે પોતાના ઘરે પહોંચી જવાનો પ્રયાસ કરે છે. ગામના છેવાડાના ઘરના લોકો દ્વારા રાત્રી દરમિયાન ચોકી પહેરો પણ વિસ્તારમાં પોતાના ઘર અને પરિવારજનોને સુરક્ષીત રાખવા માટે પ્રયાસ કરે છે. રાત્રી દરમિયાન આશંકા લાગવા દરમિયાન ટોર્ચ કરીને વિસ્તારમાં અજવાળુ ફેલાવીને લોકોને સજાગ કરવા સાથે જ દિપડાને માનવ વસાહતથી દૂર રાખવાનો હાથવગો ઉપાય કરવામાં આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:55 pm, Mon, 1 May 23