ARVALLI : મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં, જાણો શું છે સમગ્ર મામલો

|

Nov 12, 2021 | 1:51 PM

છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયાપર યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી મયંક પટેલ હેરાન કરતો હતો.

ARVALLI : એકતરફી પ્રેમમાં પાગલ અને સોશિયલ મીડિયામાં યુવતીને અશ્લીલ ફોટા મોકલવાનાના મામલે અરવલ્લીના મોડાસામના ડેપ્યુટી કલેકટર મયંક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ અગાઉ મયંક પટેલની અમદાવાદ સાઈબર ક્રાઇમેં ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયાપર યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી મયંક પટેલ હેરાન કરતો હતો.જેથી આખરે કંટાળી ભોગ બનનાર યુવતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ડેપ્યુટી કલેક્ટર અને યુવતી કોઇ કારણોસર પરિચયમાં આવ્યાં હતા. તેમજ પરિચયમાં આવ્યાં બાદ મયંક પટેલ યુવતીને હેરાન પરેશાન કરતો હતો.

જો કે મયંક પટેલનો જામીન પર છુટકારો થયો હતો. આ સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. અહેવાલના આધારે તેમણે ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી તેમણે હેડક્વાર્ટરમાં જ રહેવામાં આદેશ આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. મહેસુલ પ્રધાને નિવેદન આપ્યું હતું, “આવા કોઈ મયંક પટેલ બચવાના નથી. વિભાગને મેં સૂચના આપીને 48 કલાક થયા છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે.તેમજ આવી ગુનાહિત વૃત્તિ રાખતા કોઈ પણ મહેસુલી કર્મચારીને છોડવામાં નહી આવે.આવી બાબતો ગંભીરતાથી લઈ અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે.”

આ પણ વાંચો : સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી પાડી, ભાવનગરના એક શખ્સની ધરપકડ, જાણો કેવી રીતે બનાવતો હતો ડ્રગ્સ

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

Published On - 1:49 pm, Fri, 12 November 21

Next Video