Breaking news, Modasa Fire: ફટાકડા ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી ? માલિક સહિત 2 સામે મનુષ્ય વધ ફરીયાદ

ગુરુવારે બપોરના અરસા દરમિયાન મોડાસાના લાલપુર કંપા પાસે આવેલ ફટાકડાના ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી. આ સાથે જ ફટાકડા ફુટવા લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને ફાયર મેજર કોલ અપાયો હતો.

Breaking news, Modasa Fire: ફટાકડા ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી ? માલિક સહિત 2 સામે મનુષ્ય વધ ફરીયાદ
Complaint was registered against owner
| Updated on: Apr 21, 2023 | 11:55 AM

અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર આવેલ ફટાકડાના ગોડાઉનમાં આગ ફાટી નિકળવાની ઘટના સર્જાઈ હતી. મોટી આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈ સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની ફાયર ટીમોને ઘટના સ્થાળે બોલાવવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ અગ્નિશામક દળોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં 4 શ્રમીકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાને પગલે મોડાસા રુરલ પોલીસે ફટાકડાના ગોડાઉનના માલિક વિરુદ્ધ ગુનાહીત મનુષ્ય વધની ફરીયાદ દાખલ કરી છે.

મોડાસા રુરલ પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણને જાણવા માટે તપાસની કાર્યવાહી શરુ કરી છે. આ માટે ફોરેન્સીક ટીમની પણ મદદ લેવામાં આવનાર છે. જોકે હાલ તો પોલીસે ફટકડાનુ ટેસ્ટીંગ કરાઈ રહ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે પોલીસને આગના કારણમાં ફટાકડાના ટેસ્ટીંગની વાતને લઈ સાચી હકીકત જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. ગોડાઉનમાં આગને લઈ આસપાસના ખેતર વિસ્તારમાં પણ આગ પ્રસરવા લાગી હતી. જેને ફાયર ટીમો દ્વારા અટકાવી દેવામાં આવી હતી.

વેલ્ડિંગ થી કે ફટાકડાનુ ટેસ્ટીંગ જવાબદાર?

પોલીસ સામે હવે તપાસનો સૌથી મોટો સવાલ આગ લાગવાનુ કારણ બન્યુ છે. પ્રાથમિક તપાસની કાર્યવાહી થઈ રહી છે, ત્યાં ફરિયાદી બતાવી રહ્યો છે કે, વેલ્ડિંગ મશીન ચાલુ કર્યુ નહોતુ અને તે ફટાકડાનુ ટેસ્ટીંગ ચાલતુ હતુ એ જોવા માટે ગયો હતો. ગોડાઉનમાં ફટાકડા ભરેલ ટ્રક આવ્યો હતો. જેને લઈ તેમાંથી ફટાકડા દેવકીભાઈ મહેશ્વરી ફોડી રહ્યા હતા. આ જોવા માટે ફરીયાદી ગયો હતો. ત્યાં અચાનક આગ લાગી હતી. આમ પોલીસ માટે સવાલ એ થયો છે કે, આગ ફટાકડાના ટેસ્ટીંગથી લાગી હતી કે, વેલ્ડીંગ મશીન આ દરમિયાન ચાલુ કરવાને લઈ લાગી હતી. પોલીસ આ માટે FSL ની મદદ લઈ તપાસ હાથ ધરશે. સાથે ફાયર માટેની આવેલ ઉચ્ચ કક્ષાની ટીમનો પણ અભિપ્રાય લેવામાં આવી શકે છે.

4 ના મોત, ગોડાઉન માલિક સામે ફરીયાદ

ઘટનામાં બેદરકારી દાખવવાને લઈ ગોડાઉનના માલિક સામે ફરીયાદ નોંધવામાં આવી છે. જોકે ફરીયાદ મુજબ હાલતો પોલીસે ફટાકડાના ટેસ્ટીંગ દરમિયાન તણખલાં ઉડવાને લઈ આગ લાગી હોઈ શકે એમ માનીને ફરીયાદીના નિવેદન મુજબ ફરીયાદ નોંધી છે.

પોલીસ ફરીયાદ મુજબ માલિક મહાદેવ મહેશ્વરી અને દેવકીનંદન મહેશ્વરી સામે પોલીસે ગુનાહીત મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. બંનેએ માનવ જીંદગી જોખમમાં મુકાય અને મોટી જાનહાની થઈ શકે એવુ જાણવા છતાં ફટાકડા ફોડી ગોડાઉન પાસે ફટાકડાનુ ટેસ્ટીંગ કર્યુ હોવાને લઈ ગંભીર બેદરકારી દાખવી હોવાની ફરીયાદ દાખલ કરી છે.

 

આ પણ વાંચોઃ Breaking news: MP દિપસિંહ રાઠોડની આશ્રમ શાળામાં તસ્કરો ત્રાટક્યા, સાંસદના નિવાસમાંથી 8.70 લાખની મત્તાની ચોરી

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:14 am, Fri, 21 April 23