Aravalli: મહાઠગ કિરણ પટેલે અગાઉ અરવલ્લીના ખેડૂતોને બનાવ્યા હતા શિકાર, ATS એ મેળવી વિગતો

|

Mar 18, 2023 | 10:46 PM

અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો પણ સંપર્ક કરીને ઠગ કિરણ પટેલે તેમની પાસેથી પૈસા મેળવી લઈને છેતરપિંડી આચરી હતી. તેના આ કરતૂત બદલ તેની સામે બાયડ પોલીસે ફરીયાદ નોંધી હતી.

Aravalli: મહાઠગ કિરણ પટેલે અગાઉ અરવલ્લીના ખેડૂતોને બનાવ્યા હતા શિકાર, ATS એ મેળવી વિગતો
Kiran Patel અંગેની વિગતો ATS એ મેળવી

Follow us on

અમદાવાદના કિરણ પટેલે કશ્મીરમાં પોતાની ઓળખ PMO અધિકારી તરીકેની દર્શાવવાના ગુનામાં જેલની હવા ખાવી પડી છે. સરકારી તંત્રનો પોતાની સેવામાં દુરુપયોગમાં કર્યા બાદ કશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ઠગ અંગેની વિગતો સામે આવતા જ હવે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગેનો ખુલાસો કર્યો છે. ATS દ્વારા અરવલ્લી ના ખેડૂતો પાસેથી આ અંગેની વિગતો એકઠી કરી છે. ઠગ દ્વારા ક્યાં અને કોને કેવી રીતે પોતાના શિકાર બનાવ્યા છે, એ અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.

ગુજરાત ATS દ્વારા આ અંગે બાયડના પિડીત ખેડૂતો પાસેથી કેવી રીતે કિરણ પટેલે છેતરપિંડી આચરી હતી તેની સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી હતી. ચાર-પાંચ દિવસ પહેલા જ કેટલાક ખેડૂતોને આ અંગે અમદાવાદ ની કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા અને જ્યા તેમની પાસેથી વિગતો મેળવાઈ હતી. કિરણ પટેલની ઠગાઈના પ્રકરણો ખૂલ્યા બાદ હવે તેને ગાળીયો કસવા માટે બારીકાઈ પૂર્વકની વિગતો ચકાસવામાં આવી રહી છે.

ખેડૂતોને ખોટી ઓળખ બતાવી છેતર્યા

અરવલ્લીના બાયડ તાલુકાના ખેડૂતોને પશુઆહાર અને તમાકુના ઉત્પાદનનો વેપાર કરવા અંગે પોણા બે કરોડ રુપિયા 13 જેટલા ખેડૂતો પાસેથી મેળવી હતી. બાદમાં છેતરપિંડી જણાતા ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ખેડૂત આશિષ પટેલે Tv9 સાથેની વાતચિતમાં બતાવ્યુ હતુ કે, “અમને પણ આ કિરણ પટેલે ખોટી ઓળખ આપીને પૈસા પડાવી લઈ છેતરપિંડી આચરી હતી.અમે પૈસા પરત માંગતા હતા ત્યારે તે અમને ખોટા વાયદા આપતો હતો અને તે અમને વડાપ્રધાન કાર્યલયમાં મીડિયા ઈન્ચાર્જ છું એવી ઓળખ આપી હતી. અમે અમારી રીતે તેની તપાસ કરી હતી, ત્યારે અમને વડોદરા અને વ્યારા ખાતે પણ છેતરપિંડી આચરી હોવાની વિગતો મળી હતી”.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આગળ બતાવ્યુ કે, “કિરણ સામે હોય તો કોઈ પણ માણસ અંજાઈ જાય એવી હતી. એ અંગ્રેજી બોલતો અને જબરદસ્ત વાકછટા હતી. તે પીએમઓની ઓળખ આપતો અને ગાડી પર લાલ લાઈટ લગાવેલી અને સાયરન પણ લગાવેલુ હતુ. તે પણ મોંઘીદાટ કાર લઈને આવ્યો હતો. તેણે એક સંતના પણ સંપર્કમાં રહ્યો હતો. કિરણ પટેલ જ્યારે મુદતમાં મળ્યો હતો, ત્યારે અમને કહેતો કે આ ખોટુ કરો છો. મારા સંબંધોને જાણતા નથી. તેણે જજને લઈને પણ ખોટી વાતો કરી હતી.”

ATS  બોલાવતા આપી વિગતો

ખેડૂતોએ તપાસમાં સહકાર આપવા માટે અમદાવાદ એટીએસ કચેરીને પણ સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી અને તેની મોડસ ઓપરેન્ડી બતાવી હતી. આ અંગે ATS સતત તમામ વિગતો ઠગ કિરણ પટેલ અંગે મેળવી રહ્યુ છે. જેની વિગતોને મેળવવા અને તેની તમામ કુંડળી જાણવા માટે થઈને હવે તપાસ શરુ થઈ છે. આશિષ પટેલે બતાવ્યુ હતુ કે, અમને ચાર પાંચ દિવસ અગાઉ ગુજરાત એટીએસ દ્વારા બોલાવ્યા હતા, અમે અમારી સાથે થયેલી છેતરપિંડી અને તેનો અમારી સાથે કેવી રીતે સંપર્ક થયો એ સહિતની અમારી પાસે રહેલી તમામ વિગતો આપી હતી. એટીએસ દ્વારા વિગતો મેળવવા માટે અમને પૂછ્યૂ હતુ અને તેની અમે જાણકારી આપી હતી.

 

 

Published On - 8:30 pm, Sat, 18 March 23

Next Article