મોડાસામાં ગુજરાત પોલીસે અત્યાધુનિક હથિયારોનુ પ્રદર્શન યોજ્યુ, ચેતક કમાન્ડો ઉપયોગમાં લેતા શસ્ત્રો પણ જોવાનો લહાવો-Video

|

Aug 12, 2022 | 9:36 PM

બ્લેક યુનિફોર્મમાં રહેલા કમાન્ડો (Chetak Commando) સૌના માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ હતુ અને લોકોએ ચેતક કમાન્ડોના જવાનો સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. 

મોડાસામાં ગુજરાત પોલીસે અત્યાધુનિક હથિયારોનુ પ્રદર્શન યોજ્યુ, ચેતક કમાન્ડો ઉપયોગમાં લેતા શસ્ત્રો પણ જોવાનો લહાવો-Video
DGP Gujarat એ શસ્ત્ર પ્રદર્શન ખુલ્લુ મુક્યુ

Follow us on

અરવલ્લી (Aravalli) જિલ્લામાં સ્વાત્ર્ય પર્વ (Independence Day 2022) ની ઉજવણી રાજ્ય કક્ષાના કાર્યક્રમ સાથે થનાર છે. આ માટે જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોમાં પણ સ્વાતંત્ર પર્વને લઈ ઉત્સાહ પૂર્ણ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. મોડાસા ખાતે શસ્ત્ર પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રોને પ્રદર્શન દરમિયાન મુકવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા (DGP Gujarat) આશિષ ભાટિયાના હસ્તે પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

સ્થાનિક લોકોને આ પ્રકારે મોડાસામાં જ અત્યાધુનિક હથિયારોને પ્રદર્શન દ્વારા નિહાળવાનો લ્હાવો પ્રથમ વાર મળી રહ્યો છે. જેને લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રાજ્યના પોલીસ દળ દ્વારા આયોજીત કરવામાં આવેલા શસ્ત્ર પ્રદર્શનમાં વિવિધ અત્યાધુનિક હથીયારોને રાખવામાં આવ્યા છે. પ્રદર્શનની શરુઆતમાં પોલીસ દળમાં ઉપયોગમાં લેવામાં આવતા જૂના શસ્ત્રોને પણ જોવા માટે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્યારબાદ પોલીસ દ્વારા હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલા નવા અત્યાધુનિક શસ્ત્રોને પણ રાખવામાં આવ્યા છે. આ માટ નિષ્ણાંતો અને પોલીસ જવાનો દ્વારા લોકોને ઝીણવટ ભરી સમજ પણ હથીયારો અંગે આપવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચેતક કમાન્ડો આકર્ષણનુ કેન્દ્ર

પોલીસ દળમાં બ્લેક યુનિફોર્મથી સજ્જ ચેતક કમાન્ડો આધુનિક હથીયારોથી સજ્જ હોય છે. જે કમાડોના જવાનો અને અધિકારીઓ પણ પ્રદર્શનમાં ઉસ્થિત રહીને તેમના હથીયારો અંગે બારીકાઈથી લોકોને સમજાવી રહ્યા છે. મુલાકાતીઓ પણ જિજ્ઞાસા સહ હથીયારોને નિહાળવાનો આનંદ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે બપોર બાદથી શરુ થયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં, કિશોરો, યુવાનો અને વડીલો ઉમટ્યા હતા. જેઓએ હથીયારો ઉપરાંત ચેતક કમાન્ડોની કામગીરી અંગે પણ સમજ મેળવી હતી. બ્લેક યુનિફોર્મમાં રહેલા કમાન્ડો સૌના માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ હતુ અને લોકોએ ચેતક કમાન્ડોના જવાનો સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.

પોલીસ વડાએ પ્રદર્શન ખુલ્લુ મુક્યુ

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પ્રદર્શનને ખુલ્લુ મુકીને પ્રદર્શનને જાતે જ નિરીક્ષણ કર્યુ હતુ. તેઓએ લોકોને જાણકારી આપવા અંગેની તમામ બાબતોથી માહિતી ઉપસ્થિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ પ્રદર્શનમાં લોકોને તેમની ઉત્સુક્તા પ્રમાણે સમજણ હથીયાર અંગે મળે એમ માર્ગદર્શન પણ સ્થાનિક અધિકારીઓને આપ્યુ હતુ. તેમની સાથે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાત પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Published On - 9:16 pm, Fri, 12 August 22

Next Article