બાયડ બેઠક પ્રતિષ્ઠાના જંગ ભરી બની છે. બેઠક પર ભાજપે પાયાના મહિલા કાર્યકર અને પૂર્વ ધારાસભ્યને ૧૫ વર્ષ બાદ ઉમેદવારીની તક આપી છે, કોંગ્રેસે દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિહ વાઘેલાને ઉતાર્યા છે. જ્યારે ભાજપથી અલગ થઈને સ્થાનિક ક્ષત્રિય ઠાકોર આગેવાન ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્રણેય ઉમેદવારોએ બેઠક પર જંગી જીતના દાવા કરવા સાથે પ્રચારની શરુઆત કરી છે. બાયડ વિધાનસભા બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે. અહિ ભાજપના મહિલા ઉમેદવાર, કોંગ્રેસે દિગ્ગજ નેતાના પુત્ર મેદાને ઉતાર્યા છે તો અપક્ષ તરિકે ક્ષત્રિય ઠાકોર આગેવાને ઉમેદવારી નોંધાવી છે. ત્રણેય ઉમેદવારો માટે હવે ટક્કરને પ્રતિષ્ઠાના રુપમા જોઈ રહ્યા હોય એ સ્વાભાવિક છે. ભાજપે મહિલા ઉમેદવાર ને મેદાને ઉતાર્યા છે. બેઠક પરની ટક્કર હવે કાંટાની થનારી છે.
ભીખીબેન પરમાર ૨૦૦૨ મા મેઘરજ બેઠક જંગી બહુમતીથી જીત્યા હતા, જોકે ૨૦૦૭ મા તેઓએ હાર મેળવી હતી. ૨૦૦૭મા મહેન્દ્રસિંહ વાઘેલા પ્રથમવાર મેઘરજ બેઠક પરથી અને ૨૦૧૨ મા બાયડ બેઠક પરથી વિજયી બન્યા હતા. જ્યારે ૨૦૧૭ મા કોંગ્રેસ તરફથી ધવલસિંહ ઝાલા એ જીત મેળવી હતી. પરંતુ ૨૦૧૯મા ધવલસિંહ ઝાલાએ રાજીનામું ધરી દઈ ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી અને જેઓએ પાતળી સરસાઈથી હાર મેળવી હતી. ભીખીબેન પરમારે હવે ડોર ટુ ડોર પ્રચાર શરુ કરી દીધો છે. ભીખીબેન અગાઉ સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનો અનુભવ ધરાવે છે. ૧૫ વર્ષના વનવાસ બાદ ભાજપે તેમને ઉતારી બેઠક પર સૌ પ્રથમ આશ્વર્ય સર્જ્યું હતું. તેમને ભરોસો છે કે ૨૦૨૨ મા ૨૦૦૨ નું પુનરાવર્તન થશે.
ભીખીબેન પરમારને લાંબા વનવાસ બાદ ચુંટણીમાં ઝુકાવવાનો મોકો ભાજપે અચાનક જ આપ્યો છે અને જેના કારણે તેઓ એકાએક જ જુસ્સામાં આવી ગયા છે. તેઓએ પ્રચાર કાર્ય સૌથી પહેલુ વિસ્તારમાં શરુ કરી દીધુ છે. અને બાયડ વિસ્તારને ખુંદી રહ્યા છે. Tv9 વાતચીત કરતા કહ્યુ હતુ કે એંશી અને નેવુના દાયકાથી વિસ્તારમાં રાજકીય રીતે સક્રિય છું. લોકોને મારા પર ભરોસો છે અને પક્ષને પણ મારી પર ભરોસો છે એટલે પક્ષે તક આપી છે.
બાયડ બેઠક પર ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ ને રામ રામ કરીને મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમા જોડાયા હતા. પરંતુ હવે ભાજપને પણ રામ રામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આમ ભાજપ સામે કોંગ્રેસે મહેન્દ્રસિંહના ઉતારી ટક્કર પ્રતિષ્ઠિત બનાવ્યો છે. મહેન્દ્રસિંહને આશા છે કે બે ટર્મના ધારાસભ્ય તરીકેના સંપર્કો યથાવત્ છે.
કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા Tv9 વાતચીત કરતા કહ્યુ કે, આ કોઈ પ્રતિષ્ઠાની ટક્કર નથી. અહીં કાર્યો અને લોકોના વિશ્વાસ પર ચુંટણી લડવામાં આવી રહી છે. અગાઉ પણ મે મેઘરજ અને બાયડ વિસ્તારમાં કાર્યો કર્યા છે અને લોકોને મારા પર ભરોસો છે. જેને લઈ મે અહીં ઉમેદવારી કરી છે.
ભાજપથી જ છૂટા પડીને ધવલસિંહ ઝાલાએ બાયડ વિધાનસભાની બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેઓના સમર્થકો કમલમ પહોંચ્યા હતા અને ટિકિટ નહીં આપ્યાની રોષ દાખવ્યો હતો. જોકે હવે તેઓએ પણ પોતાની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. તેઓ પોતાના કાર્યો થકી સ્થાનિકો મા ચાહના હોવાનુ માની રહ્યા છે.
અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ Tv9 વાતચીત કરતા કહ્યુ હતુ કે, પોતાને ટિકિટ નહીં મળતા સમર્થકોએ મને કહ્યુ હતુ અને તેમના નિર્ણયના આધાર પર મે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મે વિસ્તારમાં કાર્યો કર્યા છે અને એટલે જ લોકોમાં પણ મારા પ્રત્યે વિશ્વાસ છે.
જોકે હવે આ બેઠક રસપ્રદ બની છે. અહીં સવા લાખ જેટલા ક્ષત્રિય ઠાકોર મતદારો છે. જેની પર ત્રણેય ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર જીત માટે મા સોગઠા ગોઠવી રહ્યા છે. હવે કોણ બળીયા સાબિત થાય છે એ પરીણામ સુધી રાહ જોવી રહી.