Aravalli: શામળાજી નજીક ગાંજાનો જથ્થો ઝડપાયો, ખાનગી બસમાં સવાર મુસાફરના સ્વાંગમાં યુવક હેરફેર કરતો હતો

|

Aug 29, 2023 | 9:11 PM

શામળાજી બોર્ડર વિસ્તારમાં હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. એસઓજીએ પેટ્રોલિંગ કરવા દરમિયાન બાતમીનુસારની ખાનગી બસમાંથી મુસાફરના સ્વાંગમાં રહેલા શખ્શને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી બેગમાંથી ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હતો.

Aravalli: શામળાજી નજીક ગાંજાનો જથ્થો ઝડપાયો, ખાનગી બસમાં સવાર મુસાફરના સ્વાંગમાં યુવક હેરફેર કરતો હતો
ગાંજાનો જથ્થો ઝડપાયો

Follow us on

શામળાજી ચેકપોસ્ટ પાસેથી પોલીસે એક બાદ એક હવે નશીલા પદાર્થોની હેરફેર અટકાવવામાં સફળતા મળી રહી છે. લાખો રુપિયાનો દારુ ઝડપાયા બાદ શામળાજી ચેકપોસ્ટ પરથી હવે માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં રહી ગાંજાની હેરફેર કરતા શખ્શને ઝડપી લેવામાં આવ્યો છે. અરવલ્લી પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

સ્પેશીયલ ઓપરેશન ગૃપના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સીએફ રાઠોડને બાતમી મળી હતી. જેના આધારે શામળાજી બોર્ડર વિસ્તારમાં હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. એસઓજીએ પેટ્રોલિંગ કરવા દરમિયાન બાતમીનુસારની ખાનગી બસમાંથી મુસાફરના સ્વાંગમાં રહેલા શખ્શને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી બેગમાંથી ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હતો.

જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ

મુસાફરનો સ્વાંગમાં ગાંજાની હેરફેર

પોલીસથી નજર ચુકવવા માટે થઈને હવે માદક પદાર્થ હેરફેર કરનારાઓ ખાનગી પેસેન્જર વાહનોનો ઉપયોગ કરતા હોય છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર થઈને શખ્શો માદક પદાર્થને લઈ ગુજરાતમાં ઘુસાડતા હોય છે. અરવલ્લી એસઓજી ટીમને આવી જ રીતે એક શખ્શ બસમાં આવતો હોવાની બાતમી મળી હતી. જેને લઈ એસઓજીની ટીમે હાઈવે પર પેટ્રોલિંગ વધારી દીધુ હતુ. પોલીસે બાતમી વર્ણનુસારની બસ ચેકપોસ્ટ પર આવી પહોંચતા જ તેને રોકીને શખ્શની તલાશી લેતા ગાંજાનો જથ્થો હાથ લાગ્યો હતો.

આરોપી શખ્શ કપીલ કનૈયાલાલ જોષીએ બતાવ્યુ હતુ કે, તેને આ જથ્થો સલુમ્બરના બરોડાના રહેવાસી હિતેષ સેવક નામના શખ્શે તેને આપ્યો હતો જેને મુંબઈ રહેતા રમેશ નામના એક શખ્શને આપવાનો હતો.

 

6.824 કિલો જથ્થો ઝડપાયો

બેગની અંદર સિમેન્ટની થેલીમાં સંતાડેલો 6 કિલો 824 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. જેની બજાર કિમત 68240 જેટલી અંદાજવામાં આવે છે. પોલીસે ખાનગી બસમાથી આરોપી કપિલ જોષીને ધરપકડ કરીને શામળાજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે રિસીવર અને ગાંજો આપનાર સહિત ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગર નજીક દીપડો પાંજરે પૂરાયો, છેલ્લા કેટલાક દીવસથી લોકોમાં ફેલાયેલા ભયમાં રાહત!

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:08 pm, Tue, 29 August 23

Next Article