Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

અરવલ્લી જિલ્લા પંચાયત (Aravalli District Panchayat) ના પ્રમુખે રાજ્ય સરકારને ભ્રષ્ટાચારને લઈ તપાસ કરવા માટે કરી હતી માંગ, જેને લઈ અચાનક જ ટીમ મોકલી રાજ્ય કક્ષાએ થી પ્રાથમિક તપાસ શરુ કરાઈ

Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી
Aravalli District Panchayat ના પ્રમુખે તપાસની માંગ કરી હતી
| Updated on: Apr 28, 2022 | 10:28 AM

અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને રાજ્ય સ્તર થી તપાસ ટીમ ત્રાટકી છે. જેણે તપાસ હાથ ધરી છે. છ સભ્યોની ટીમ દ્વારા જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા આરોગ્ય અધિકારી (District Health Officer) ની કચેરીમાં તપાસ કામગીરી મોડી સાંજ સુધી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયત (Aravalli District Panchayat) ના પ્રમુખ દ્વારા આ માટે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલ (Rishikesh Patel) ને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોના કાળ દરમિયાન રેમડેવિસર ઈંજેક્શન થી લઈને અનેક પ્રકારની દવાઓમાં ગોટાળા સર્જીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષોપો કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાચતના પ્રમુખ લાલસિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેઓએ જ આ અંગે રજૂઆત રાજ્ય સરકારને કરી હતી. તેમણે આ માટે રાજ્યના આરોગ્ય પ્રધા ઋષિકેષ પટેલને પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત સંગઠન અને આરોગ્ય સચિવને પણ આ ભ્રષ્ટાચારને અટકાવવાના મામલે રજૂઆત કરીને તપાસની માંગ કરવામાં આવી હતી. જેને લઇને રાજ્યના આરોગ્ય વિભાગની ટીમો એ આજે અચાનક જ તપાસ માટે મોડાસા પહોંચી આવીને તપાસ કાર્યવાહી શરુ કરી હતી.

આરોગ્ય અધિકારી દ્વારા કોરોનાકાળ દરમિયાન રેમડેવિસર ઈંજેક્શન થી લઈને દવાઓને પણ સગેવગે કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અધિકારી દ્વારા બદલીઓમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હતો. આ મામલે લેખીતમાં વિગતવાર રજૂઆત કરીને ભ્રષ્ટાચારની તપાસ કરીને દુધનુ દુધ અને પાણીનુ પાણી કરવા માટે માંગ કરી હતી. આ માટે નાયબ નિયામક ની આગેવાનીમાં 6 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસનો અહેવાલ, કાર્યવાહીની દીશા નક્કી કરશે

તપાસ કામગીરી બે દિવસ સુધી ચાલશે એમ માનવામાં આવી રહ્યુ છે. તપાસ દરમિયાન કોઈ ગેરરીતીઓ જણાશે તો, આ અંગે રિપોર્ટ કરવામાં આવશે અને ગેરરીતીની ગંભીરતા મુજબની કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવશે. ફોજદારી ગુન્હા પ્રકારની ગેરરીતી આચરી હશે, તો જરુર પડ્યે પોલીસની પણ તપાસ અંગે મદદ લેવાઈ શકે છે. જોકે આ બધુ જ તપાસના અંતે કેવા પ્રકારનો તપાસ અહેવાલ પ્રાથમિક તપાસ કર્તા ટીમ ઉચ્ચ કક્ષાએ રજુ કરે છે, તેના પર નિર્ભર છે.

 

આ પણ વાંચો : Priyanka Jawalkar Dating KKR Cricketer : કોલકોતાની ટીમના આ સ્ટાર ખેલાડીને ડેટ કરી રહી છે પ્રિયંકા જાવલકર!

આ પણ વાંચો : Virat Kohli: વિરાટ કોહલી માટે હવે રવિ શાસ્ત્રીએ જ આપી ગજબની સલાહ, કહ્યુ- IPL છોડી ક્રિકેટ થી દૂર થઇ જા!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 10:33 pm, Wed, 27 April 22