Shamlaji:શામળાજી ચેકપોસ્ટ નજીકથી 1 કરોડના કેમિકલની આડમાં લવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, 2 શખ્શોની ધરપકડ

|

Jun 09, 2023 | 7:07 PM

Shamlaji: 1 કરોડ રુપિયાના કિંમતના કેમિકલની આડમાં હરિયાણાથી ગુજરાત વિદેશી દારુનો જથ્થો લવાઈ રહ્યો હતો. આ દરમિયાન જ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પાસે જ ઝડપી લીધો હતો.

Shamlaji:શામળાજી ચેકપોસ્ટ નજીકથી 1 કરોડના કેમિકલની આડમાં લવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, 2 શખ્શોની ધરપકડ
Liquor worth 18 lakhs was seized from near Shamlaji

Follow us on

અરવલ્લી  ના શામળાજી નજીક આવેલા અણસોલ પાટીયા પાસેથી પોલીસે દારુનો જથ્થો ઝડપ્યો છે. દારુને હરિયાણાથી ભરીને ગુજરાત લઈ આવવા દરમિયાન શામળાજી પોલીસે તેને ઝડપી લીધો છે. પોલીસની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને દારુનો જથ્થો કેમિકલની આડમાં લવાઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન જ શામળાજી પોલીસે તેને ગુજરાતની હદમાં ઘુસાડવા સાથે જ ઝડપી લીધો છે. લગભગ 18 રુપિયાની કિંમતનનો વિદેશી શરાબ અને એક કરોડ રુપિયાથી વધારે કિંમતના કેમિકલ ભરેલ ડ્રમને જપ્ત કરી લીધા છે.

પોલીસને બાતમી મળી હતી અને જેને લઈ રતનપુર ચેક પોસ્ટ અને શામળાજી હાઈવે પર સતર્કતા દાખવી શંકાસ્પદ વાહનો પર નજર રાખવાની શરુઆત કરાઈ હતી. આ દરમિયાન પોલીસે બાતમી મુજબ ગુજરાતમાં આવી રહેલી એક ટ્રકને અટકાવીને તલાશી લેતા દારુનો મોટો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. પોલીસ 2 શખ્શોની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

1 કરોડના કેમિકલની આડમાં દારુ ઘૂસાડ્યો

નાગાલેન્ડ રાજ્યના પાર્સિંગ ધરાવતી એક ટ્રક રાજસ્થાન તરફ થી રતનપુર ચેકપોસ્ટ થઈને ગુજરાતમાં પ્રવેશી રહી હતી. આ ટ્રકને લઈ બાતમી મળી હોવાને લઈ પોલીસ પહેલાથી સતર્ક હતી અને રસ્તામાં નંબર અને વર્ણન ટ્રકના બદલાઈ જવાની ચાલાકીને લઈ પોલીસે ચેકિંગ શરુ કર્યુ હતુ. શામળાજી પોલીસે ચેકપોસ્ટ થી લઈને શામળાજી સુધીના હાઈવે પર તમામ ટ્રકો પર શંકાની નજર દાખવવાનુ શરુ કર્યુ હતુ. આ દરમિયાન એક ટ્રક ગુજરાતમાં પ્રવેશ કરતા જ પોલીસે ચેકપોસ્ટ નજીક અણસોલ પાટિયા પાસે તેને અટકાવીને તપાસ શરુ કરી હતી. ચાલાક ડ્રાયવર અને ક્લીનરે ટ્રકમાં કેમિકલ હોવાના બિલો પોસી સમક્ષ રજૂ કર્યા હતા અને કેમિકલ ડ્રમ બતાવીને પોલીસની નજરમાં આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જોકે પોલીસને શંકા હોવાને લઈ કેમિકલ ડ્રમ અને તેની પાછળના વિસ્તારમાં ટ્રકમાં તપાસ ઝીણવટભરી રીતે કરતા જ દારુનો મોટો ઝથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. કેમિકલની આડમાં ગુજરાતમાં ઘૂસાડાતો 18 લાખ રુપિયાનો વિદેશી દારુનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. પોલીસે દારુના ઝથ્થા સાથે ડ્રાયવર અને ક્લીનરની અટકાયત કરી હતી. જ્યારે દારુ સાથે એક કરોડ 91 હજાર રુપિયાના કેમિકલને પણ જપ્ત કર્યુ હતુ. શામળાજી પીએસસાઈ વીવી પટેલે દારુનો જથ્તો ગુજરાતમાં ક્યાં અને કોને આપવાનો હતો તેની તપાસ શરુ કરી છે.

ઝડપાયેલ આરોપી

  1. આરીફખાન ખુરશીદ અહેમદ. રહે માનોતા, તા. પુન્હાના. જિલ્લો નુહુ, હરિયાણા.
  2. મુકીમ હસન મોહમ્મદ. રહે. માલવ તા. નુહુ, જિલ્લો નુહુ, હરિયાણા

વોન્ટેડ આરોપી- પ્રદિપ સૈની, રહે રેવાડી, હરિયાણા

આ પણ વાંચોઃ એક ગુજરાતીનુ અભિયાન! ભારતના અતિ સુંદર ટાપુને world-class પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે, Maldives ને ભૂલાવી દેશે

અરવલ્લી ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:54 pm, Fri, 9 June 23

Next Article