Aravalli : પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને કારણે કાળી-કપચીની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટરો પરેશાન

|

Mar 08, 2021 | 5:46 PM

Aravalli : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે દરેક વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ અને ધનસુરા તાલુકાનો જાણે કે મુખ્ય વ્યવસાય જ બ્લેક ટ્રેપને માનવામાં આવે છે.

Aravalli : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે દરેક વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ અને ધનસુરા તાલુકાનો જાણે કે મુખ્ય વ્યવસાય જ બ્લેક ટ્રેપને માનવામાં આવે છે. બ્લેક ટ્રેપ એટલે કે કાળી કપચી. આ કાળી કપચીની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટરોને હાલના વધતા જતા ડિઝલના ભાવ પરવડતા નથી. બીજી તરફ તેમના વાહનચાલકો પણ પગાર વધારો માગી રહ્યા છે. આવી સ્થિતીમાં તેઓએ હવે કપચીની હેરફર માટે પ્રતિ ટન 60 થી 70 રૂપિયાનો વધારો માંગ્યો છે. પરંતુ સપ્લાયરો અને એજન્ટો તેમને ભાવ વધારો ચુકવતા નથી. પરિણામે હવે ટ્રાન્સપોર્ટરોએ હાલમાં તેમની ટ્રકોના પૈડા થંભાવી દીધા છે. ત્યારે શું છે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ આવો સાંભળીએ.

 

Next Video