સ્થાનિકો પરેશાન: વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમના ધક્કા

|

Nov 28, 2021 | 7:55 PM

Navsari: જિલ્લાના વાંસદા તાલુકામાં સ્થાનિકો ખુબ પરેશાન છે. વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

નવસારીના (Navsari) વાંસદા તાલુકામાં (vansda) TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા વિકાસના કામો અટકી પડયા છે. છેલ્લા 2 વર્ષથી અધિકારીઓની નિમણુંક કરવામ આવી નથી. લાંબા સમયથી TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા સ્થાનિકોને સર્ટિફિકેટ કઢાવવા અને અન્ય સરકારી કામો માટે ધરમના ધક્કા ખાવા પડે છે.

વાંસદા તાલુકામાં 95 ગામ આવેલા છે. આટલા બધા ગામના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. કાયમી અધિકારીઓની નિમણુક ન કરાતા પંચાયતોના વિકાસકીય કામોને બ્રેક લાગી ગઈ છે. એવામાં સ્થાનિકો અધિકારીઓની અછતને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અને તાત્કાલીક ધોરણે મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

તો આ તરફ અધિકારીઓની કાયમી ધોરણે ભરતી કરવા સ્થાનિક ધારાસભ્યએ વિધાનસભાથી લઈને તમામ સ્તરે રજૂઆત કરી છે છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વિકાસ કરી રહેલા રાજ્યના તાલુકાનો વિકાસ રૂંધાઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.

 

આ પણ વાંચો: વાપી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ, અંદાજે 55 ટકા જેટલું નોંધાયું મતદાન

આ પણ વાંચો: Aravalli : હોમગાર્ડ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આપવા આવેલા યુવકનું મોત, ટેસ્ટ બાદ છાતીમાં ઉપડ્યો દુ:ખાવો

આ પણ વાંચો: Ahmedabad: એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, બિલ્ડીંગમાં કામ કરતા લોકો ફસાયાના અહેવાલ

Next Video