ANAND : કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ આજે આણંદથી 52 કિલોમીટરની જનઆશીર્વાદ યાત્રા કરશે

|

Aug 15, 2021 | 1:07 PM

દર્શનાબેન જરદોશ આજે 52 કિલોમીટરની જન આશીર્વાદ યાત્રા કરશે અને આ દરમિયાન 5 કાર્યક્રમોમાં પણ જોડાશે.

ANAND: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચના અનુસાર નવ નિયુક્ત 43 કેન્દ્રીય પ્રધાનો જન આશીર્વાદ યાત્રા કરશે જેમાં ગુજરાતના 5 કેન્દ્રીય પ્રધાનો પણ યાત્રામાં જોડાશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ યોજાનારી જન આશીર્વાદ યાત્રામાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, ડૉ. મહેન્દ્ર મુંજપરા અને દેવસિંહ ચૌહાણ જોડાશે.નવ નિયુક્ત 5 કેન્દ્રીય પ્રધાનો ગુજરાતના કુલ 151 સ્થળની મુલાકાત લેશે સાથે ગુજરાતમાં કુલ 20,277 કિલોમીટરની આ યાત્રા થશે.

દર્શનાબેન જરદોશ આજે 15 ઓગષ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવાના છે. તેમની યાત્રા આણંદથી શરૂ થવાની છે.આજના દિવસે જન આશીર્વાદ યાત્રા સાથે દર્શનાબેન જરદોશ સૌથી પહેલા આણંદ જશે અને ત્યારબાદ વડોદરા પહોંચશે. આજના દિવસે કુલ 52 કિલોમીટરની યાત્રા કરવામાં આવશે અને 5 કાર્યક્રમ કરવામાં આવશે.

આ પણ વાંચો : GANDHINAGAR : સી આર પાટીલનું મહત્વનું નિવેદન, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિજય રૂપાણી નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે

Next Video