આણંદ (Anand) ના ખંભાત (Kanbhat) માં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં. ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે તંત્રનું બુલડોઝર (bulldozers) ફરી શકે છે. ખંભાતના જેલ રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે. સીટી સર્વેના અધિક મામલતદારે દબાણ કરનાર લોકોને નોટિસ પાઠવી છે. સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કાયદો હાથમાં લેનારાઓને માફ નહીં કરાય. અને આ જ નિર્ણયના ભાગરૂપે ખંભાતમાં હિંસા બાદ તંત્રએ લાલ આંખ કરી છે. નોટીસને પગલે કેટલાક દબાણકર્તાઓએ પોતાના માલસામાન ખસેડવાની કામગીરી શરૂ કરી છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં છેલ્લા ઘણા સમયથી શક્કરપુરા વિસ્તારમાં અસામાજીક તત્વોએ દબાણો ઊભા કરેલા હતા. જો કે રામ નવમીના દિવસે ખંભાતમાં શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ છે.
તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ શક્કરપુરામાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા અને ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો, ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે. ડીસ્ટ્રીક લેન્ડ રેકોર્ડના માપણી અધિકારી અને સર્વેયરોએ માપણીની કાર્યવાહી કરી હતી. શકકરપુર ગામના સર્વે નંબર 5 અને 8ની માપણીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. દબાણ અંગેનો રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.
મહત્વનું છે કે, રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં, 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક ઇજાગ્રસ્ત કો ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસમાં અલગ-અલગ ટીમો જોડાઈ છે. ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે. હિંસા ફેલાવવાનું આ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સાઈબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું હતું. રજ્જાક હુસેન ઉર્ફે મૌલવી, જમશેદ જોરાવર પઠાણ સહીત 6 શખ્સો હતા. જેમણે સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું. તોફાન પહેલા અને પછી કેટલાક શખ્સો સાથે ગુપ્ત મીટિંગ પણ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. દિગ્વિજય પ્લોટમાં દબાણ દૂર કરવા માટે કામગીરી, મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ, અધિકારીઓ પોલીસ કાફલા સાથે રાખીને કામગીરી હાથ ધરી, 24 જેટલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવાશે.
આ પણ વાંચોઃ Surat : સરકાર તરફથી સસ્તા દરે સોનું મળતું નથી, સુરતથી અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં 50 કરોડના દાગીનાના ઓર્ડર અટક્યા