રામનવમી (Ramnavmi) ના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર (Himmatnagar) અને ખંભાત (Khambhat) માં કોમી છમકલા થયાં હતાં. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા (Violence) ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
ખંભાતમાં ફેલાયેલી હિંસા બાદ મુસ્તકીમ મૌલવી, મતીન-મોહસીન નામના ત્રણ મૌલવીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય ભાઇઓ છે. આ સાથે 100થી વધુ લોકોના ટોળાં સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે, શનિવારે જ આ આખા ષડયંત્રને બનવવામાં આવ્યો હતો. આ કાવતરા માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઇ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ એક બાદ એક આ લોકોની ઓળખ થઇ રહી છે. આ લોકો પર વૈમન્સ્ય ફેલાવવાનો, હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કવતરામાં કોણ લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગેની પણ મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા કાવતરાને અંજામ આપવા માટે રૂપિયા ક્યાંથી, કઇ રીતે અને કોણે આપ્યા એ જાણવું પણ ઘણું જ અગત્યનું છે.
આ પણ વાંચોઃ સુરતમાં ચાર વર્ષની માસૂમ બાળાને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા
આ પણ વાંચોઃ સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે, અઠવા વિસ્તારની એક શાળા હર્ષ સંઘવીને દત્તક અપાઈ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો