ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અન્ય યુવતી સાથે મળી આવ્યા બાદ પત્નીનો હોબાળો, VIDEOમાં જોવા મળ્યા ઝપાઝપીના દ્રશ્યો

|

Jun 01, 2022 | 12:31 PM

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને એક યુવતિને લઈને હંગામો યુવતિને લઈને ભરતસિંહની પત્નીએ કર્યો હોબાળો યુવતિ સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીનો આરોપ વાયરલ વીડિયો ગઈકાલનો હોવાની થઈ રહી છે ચર્ચા યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ

કોંગ્રેસ (Congress) ના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ફરી વિવાદમાં આવ્યા છે. હાલમાં તેમનો અને એક યુવતિનો વીડિયો (video) વાયરલ થયો છે જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો બચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. વાયરલ વીડિયો ગઈકાલનો હોવાની થઈ ચર્ચા ચાલી છે.

ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબહેન ઘરમાં પ્રવેશે છે અને ભરતસિંહ તેને અટકાવવાની કોશશિ કરી ઝપાઝપી કરે છે, ત્યાર બાદ રેશમાબહેન તેમજ તેમની સાથે રહેલા કેટલાક લોકો ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને યુવતીને માર મારે છે તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સોશિયલ મીડિયામાં 3 વીડિયો વાયરલ થયા છે. જેમાં દેખાઈ રહેલા દ્રશ્યો અનુસાર, રેશમાબહેન દરવાજો ખોલીને જેવા ભરતસિંહના ઘરમાં પ્રવેશે છે તે જ વખતે ભરતસિંહ દોડતા ત્યાં આવે છે અને ‘પોલીસને બોલાવો.’ તેમ કહીને રેશમાને આવતા અટકાવે છે. જોકે, રેશમાબહેન તેમજ તેમની સાથે રહેલા કેટલાક લોકો ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર રહેલી યુવતીના વાળ પકડીને તેને મારવાનું શરુ કરે છે. ભરતસિંહ તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમને હડસેલીને દૂર કરી દેવામાં આવે છે. ત્યારબાદની ત્રણ ક્લીપમાં રેશમાબહેન અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારી જોઈ શકાય છે, જેમાં રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી ચાલતો ભરતસિંહનો પત્ની રેશમાબહેન સાથેનો વિવાદ નિત નવા સ્વરૂપે બહાર આવતો રહે છે. આ વિવાદ વચ્ચે રેશમાબહેન અમેરિકા જતાં રહ્યાં હતાં. જ્યાંથી બે મહિના પહેલાં પરત આવ્યા હતા અને સીધા બોરસદના દેવર્લી હિલ્સ ખાતે આવેલા ભરતસિંહના ઘરે પહોંચી ગયાં હતાં. જોકે, ભરતસિંહે તેમને કાઢી મુકતા હાઈડ્રામા સર્જાયો હતો. આ હાઈડ્રામા બીજા દિવસે બપોર સુધી ચાલ્યો હતો. રેશમાબહેને ગૃહપ્રવેશ માટે પોલીસ સુરક્ષા માંગી હતી, જે સુરક્ષા મળતાં બપોરે તેઓએ ગૃહપ્રવેશ કર્યો હતો. આ ઘટના અંગે રેશ્માબહેનના વાયરલ વીડિયોમાં તેઓ કહે છે કે, હું ભરતસિંહને ક્યારેય છુટાછેડા નહીં આપું, મારી નાંખવી હોય તો મારી નાંખે, આ ઘરમાંથી મારી લાશ જ બહાર નિકળશે.

Published On - 10:35 am, Wed, 1 June 22