
આણંદના (Anand) સામરખા ગામમાં 2 વિધર્મી યુવકો દ્વારા ખેતરમાં એક યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સામરખામાં ગત 15 ઓગસ્ટે તિરંગા રેલીની અદાવત બાબતે બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં SP, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે સમયસર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે અને પોલીસે ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. સામરખા ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે આણંદ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ત્યારે સામરખા ગામમાં હિંદુ યુવાનને મુસ્લિમ યુવાનો દ્વારા માર મારવાનો મુદે હિંદુ નેતા પિંકલ ભાટિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વોર્ડમાં જ પિંકલ ભાટિયાએ હંગામો કર્યો હતો. જે બાદ પોલીસે હિંદુ યુવાનોને હોસ્પિટલ બહાર કાઢ્યા હતા.
Published On - 11:36 pm, Fri, 18 August 23