Anand: છત્તીસગઢની યુવતીઓેને બ્લેકમેલ કરી ગુજ્જુ છોકરો પડાવતો પૈસા, ઓનલાઈન બ્લેકમેલ કરતા યુવકની ધરપકડ

|

Jun 13, 2021 | 9:20 PM

યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેમના જુદા જુદા ફોટો મંગાવી બાદમાં ફોટો પર અભદ્ર લખાણ લખી છોકરીઓને બ્લેક મેલ (Blackmail) કરી રૂપિયાની માંગણી કરતો હતો.

Anand: ફેસબુક (Facebook ) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) એક એવું માધ્યમ જેનું વળગણ આજની યુવા પેઢીને લાગેલું જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Medai)ના ફાયદાઓ તો છે જ સાથે સાથે ઘણા નુકસાન પણ છે, ત્યારે આવા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની મદદથી છત્તીસગઢ (Chattisgadh) રાજ્યની છોકરીઓને હેરાન કરતા એક યુવકની આણંદ પોલીસે (Aanand Police) ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

 

ખેડા જીલ્લામાં કઠલાલ તાલુકાના છીપડી ગામમાં રહેતો દિલીપ જશુ ડાભી જેને અભરખો જાગ્યો હતો યુવતી બની અન્ય યુવતીઓ સાથે ઠગાઈ કરવાનો અને બાદમાં દિલીપે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જુદા જુદા છોકરીઓના નામના 35 એકાઉન્ટ બનાવી જુદા જુદા રાજ્યોની છોકરીઓ સાથે મિત્રતા કેળવવાનું ચાલુ કર્યું હતું.

 

તેમાં પણ ખાસ કરીને છતીસગઢ રાજ્યની છોકરીઓ સાથે વધારે સંપર્ક કેળવવા લાગ્યો અને યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેમના જુદા જુદા ફોટો મંગાવી બાદમાં ફોટો પર અભદ્ર લખાણ લખી છોકરીઓને બ્લેક મેલ (Blackmail) કરી રૂપિયાની માંગણી કરતો હતો. જોકે એક યુવતીને દિલીપ ડાભીના વર્તન પર શંકા જતા અને તે યુવક હોવાનું ધ્યાને આવતા સમગ્ર મામલાની કવર્ધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

કવર્ધા પોલીસે યુવતીની ફરિયાદ લઈ ટેકનીકલ સર્વેલન્સથી આઈપી એડ્રેસ અને મોબાઈલ નંબર ચેક કરાવતા દિલીપ જશુ ડાભીની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેથી છતીસગઢ પોલીસે ગુજરાત પોલીસને આરોપી પકડવા રીક્વેસ્ટ લેટર લખતા ગુજરાત પોલીસ આરોપીને પકડવા લાગી ગઈ હતી.

 

જેમાં આણંદ પોલીસને બાતમી મળી હતી કે દિલીપ ઉમરેઠ ડાકોર રોડ પરથી પસાર થવાનો છે, તેથી પોલીસે રોડ ચેકીંગમાં દિલીપને ઝડપી પાડી છતીસગઢ પોલીસને જાણ કરતા છત્તીસગઢ પોલીસ દ્વારા યુવતીઓને હેરાન કરનાર દિલીપ ડાભીની ધરપકડ કરી છતીસગઢ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

 

યુવતી બની છોકરીઓને ફસાવતા દિલીપ ડાભી દ્વારા 15થી 20  છોકરીઓને હેરાન કરી રૂપિયા પડાવ્યનું પોલીસના ધ્યાને આવું છે.  જોકે વધુ હકીકત છતીસગઢ પોલીસની તપાસ બાદ જ સામે આવશે. પરંતુ આજની યુવા પેઢી કે જેઓ બેફામ આ પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમની માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

આ પણ વાંચો : Chhota Udepur : રાઠવા જાતિના દાખલા મુદ્દે વિવાદ, જિલ્લામાં ફરી આંદોલનના ભણકારા

Next Video