Anand : વરસાદ ખેંચાતા મેઘરાજાને મનાવવા માટે કરવામાં આવ્યો પર્જન્ય યજ્ઞ

|

Jul 07, 2021 | 7:36 AM

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ (Anand) જિલ્લાના કરમસદના ખેડૂતો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો.

ચોમાસાની (Monsoon) ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે. વાવણીની સીઝન પણ ચાલુ થઇ ગઈ હોવા છતાં રાજ્યના ધરતીપુત્રોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને (Farmers) જુદા જુદા પાકના વાવેતર કરવાની અને જ્યાં વાવેતર થઇ ગયું છે ત્યાં પાણી વગર પોતાનો પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે આણંદ(Anand) જીલ્લાના કરમસદ ગામમાં મેઘરાજાને મનાવવા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગામની મહિલાઓ દ્વારા જળના વધામણા કરવામાં આવ્યા હતા.

ગસામાન્ય રીતે જુન મહિનામાં ચોમાસાનો પ્રારંભ થઇ જતો હોય છે જેને એક મહિના જેટલો સમય થવા આવ્યો . પણ હજી સુધી રાજ્યમાં પાકના વાવેતર અને ઘણા પ્રદેશમાં પાકના વાવેતર પછી પોષણ માટે જરૂરી એવો વરસાદ ના વરસતા અને વરસાદ ખેંચાતા રાજ્યના ધરતીપુત્રોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મેઘરાજાને રીઝવવા માટે કરમસદ ખાતે આવેલ તથ્ય આશ્રમમાં વરુણ દેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા ગામના તળાવમાં જળના વધામણા કરવામાં આવ્યા હતા. પહેલાના જમાનામાં જયારે મેઘ મહેર ન થાય ત્યારે દુષ્કાળના સમયમાં 32 લક્ષણા માણસો પોતાના જીવની આહુતિ આપતા હતા. જોકે બાદમાં માણસના બદલે માટલું પધરાવીને મેઘરાજાને વિનવવાની પરંપરા ચાલુ થઇ હતી જે આજે પણ જોવા મળે છે.

Next Video