Anand : સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી એનાયત કરાશે

|

Jun 26, 2021 | 12:16 PM

Anand : સરદાર પટેલ યુનિવર્સીટીના (Sardar Patel University) ઇતિહાસમાં પહેલી વાર વિધાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિધાર્થીનું કોરોનાના કારણે નવેમ્બર 2020નું નિધન થયું હતું.

Anand : સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી એનાયત કરાશે
સરદાર પટેલ યુનિવર્સિટી

Follow us on

Anand : કોરોના દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે અનેક બાળકો અનાથ થયા છે તો ઘણા માતા-પિતાએ તેના વહાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે.

કોરોનાને કારણે ઘણા આશાસ્પદ વિધાર્થીઓએ પણ જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા વિધાર્થીને સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University) દ્વારા મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે. કોરોનાના કારણે 23 નવેમ્બર 2020ના રોજ મુકેશ ચૌબે નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવક ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલતિ અલ્પેશ.એન.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થાનો વિધાર્થી હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મુકેશ બાયોટેકનોલોજી વિભાગમાં દરિયાઈ લીલ અને શેવાળમાં મળતાં પ્રોટીન ઉપરથી મળતાં હાઈકોબીલીન પ્રોટીન ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. જે માણસની નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ અને અલઝામયર જેવા રોગ સામે રક્ષણ આપે છે.

આ અંગેના 7 ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર પણ પબ્લીશ કરવામાં આવ્યાં હતાં. આ રિસર્ચમાં આગળ વધવા માટે મુકેશ ચૌબેનું વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સીલેકશન પણ થયું હતું. મુકેશ 2014ની પીએચડી કરી રહ્યો હતો.

મુકેશના રિસર્ચ પેપર તેઓના ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેને યુનિવર્સિટીએ માન્ય રાખ્યો છે.

નોંધનીય છે કે, મુકેશની પીએચડી આ વર્ષ પૂર્ણ થવાનું હતું. આ માટે તેને થીસીસ સબમીટ કરાવી દીધા હતા. માત્ર વાયવા જ બાકી હતા. પરંતુ આ પહેલા જ કોરોનાના કારણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. યુનિવર્સિટીએ મુકેશ ચૌબેની મરણોપરાંત પીએચડી ડિગ્રી આપવાનુ નક્કી કર્યું છે. આ જાણીને દિવંગત મુકેશના માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. મુકેશને ડિસેમ્બરના મધ્ય સુધીમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવામાં આવશે.

Published On - 12:09 pm, Sat, 26 June 21

Next Article