ફરી એકવાર વડતાલ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં, જૂનાગઢના યજ્ઞપુરુષ સ્વામીનો સ્ફોટક VIDEO થયો વાયરલ

|

Aug 02, 2020 | 4:49 AM

સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામમાં ચૂંટણી શું જાહેર થઈ કે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં જૂનાગઢના યજ્ઞપુરુષ સ્વામીનો પણ સ્ફોટક વિડિયો વાયરલ થયો છે. તેમને આ અંગે PMOમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાની પણ વાત કરી છે. સાથે આચાર્ય પોતે સત્સંગ સમાજ પાસે મદદની માગણી કરે ત્યારે સ્થિતિ કેટલી વણસી છે તેનો પણ […]

ફરી એકવાર વડતાલ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં, જૂનાગઢના યજ્ઞપુરુષ સ્વામીનો સ્ફોટક VIDEO થયો વાયરલ

Follow us on

સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામમાં ચૂંટણી શું જાહેર થઈ કે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં જૂનાગઢના યજ્ઞપુરુષ સ્વામીનો પણ સ્ફોટક વિડિયો વાયરલ થયો છે. તેમને આ અંગે PMOમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાની પણ વાત કરી છે. સાથે આચાર્ય પોતે સત્સંગ સમાજ પાસે મદદની માગણી કરે ત્યારે સ્થિતિ કેટલી વણસી છે તેનો પણ ખ્યાલ આવે છે.

આ પણ વાંચો: રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતી, અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે મંદિરનો વહિવટ ન્યાયાલયને સોંપવાની વાત કરતાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના સ્વામી યજ્ઞપુરૂષના વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, ધર્મસ્થાનોમાં કોઇ સાધુની લંપટ લીલા, આર્થિક ગોટાળા, ભ્રષ્ટાચાર બહાર આવે ત્યારે તમામ હિન્દુઓને હૃદયને ઠેસ પહોંચે છે. તેમની શ્રધ્ધાને આઘાત પહોંચે છે. ગુજરાત રાજ્ય સરકાર પાસે કોઇ જ અપેક્ષા નથી. એવા અનેક સાધુઓ એમ કહે છે કે, સરકાર આપણામાં ખીસ્સા છે. જો આ વાત સાચી હોય તો તે બહુ જોખમી બાબત છે. તેમણે અપીલ કરી કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. જેની પાસે કરોડોની મિલકત, જમીન, સંસ્થાઓ છે. આર્થીક ગોટાળા ઘણા પ્રકાશીત થઇ તેમ છે. તેની તપાસ અવશ્ય થવી જોઈએ. કોર્ટની નજર હેઠળ થવું જોઈએ. સરકારનો હસ્તક્ષેપ નહીં હોય તો દુધનું દુધ અને પાણીનું પાણી થશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે સ્વામીના આ વીડિયોમાં કરાયેલા દાવામાં કેટલો દમ છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article