LOCKDOWN દરમિયાન શાળા પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ માટે આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય

|

Jan 26, 2021 | 12:25 PM

2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું હતું. કોરોના જેવી મહામારીને લઈને લોકડાઉન (LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા બાળકો 2020 દરમિયાન ભણતરથી વંચિત રહયા છે.

LOCKDOWN દરમિયાન શાળા પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ માટે આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય

Follow us on

2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું હતું.  કોરોના જેવી મહામારીને લઈને લોકડાઉન (LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા બાળકો 2020 દરમિયાન ભણતરથી વંચિત રહયા છે. તો સરકારે આ બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઇન (ONLINE) શિક્ષણ ચાલુ કરાવ્યું હતું. આમ છતાં પણ ઘણા વિધાર્થીઓ (STUDENTS)  શાળા પ્રવેશથી વંચિત રહી ચુક્યા છે.

આ વચ્ચે સરકાર દ્વારા વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા છે. લોકડાઉનમાં શાળા પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ ચાલુ સત્રમાં પ્રવેશ લઈ શકશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 30 જાન્યુઆરી સુધી લઈ શકશે પ્રવેશ. સ્થળાંતરને લઈને પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી માટે સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી મેળવીને શાળામાં પ્રવેશ લઇ શકે છે.

Next Article