Surat: આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાની ઉજવણી કરાઈ

સુરત (Surat) પોલીસ કમિશનર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દાંડી યાત્રામાં સુરત (Surat) પોલીસ કમિશનર અને પોલીસ જવાનો જોડાયા હતા.

Surat: આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાની ઉજવણી કરાઈ
Surat
| Edited By: | Updated on: Mar 15, 2021 | 10:48 AM

સુરત (Surat) પોલીસ કમિશનર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દાંડી યાત્રામાં સુરત (Surat) પોલીસ કમિશનર અને પોલીસ જવાનો જોડાયા હતા. 100 પોલીસ કર્મીઓ સાથે સાયકલ પર સુરતથી દાંડી પહોંચશે. પોલીસ કમિશ્નરની દાંડી યાત્રાને સ્વતંત્ર સેનાની અને ગાંધીજીને દૂધ પીવડાવનાર પ્રભુદાસભાઈએ લીલીઝંડી આપી હતી. પ્રભુ આહીર જે તે સમયે દાંડી યાત્રામાં જોડાયા હતા અને ગાંધીજીને એક ગ્લાસ દૂધ પણ આપ્યું હતું. નવસારીના દાંડી ખાતે આ સાયકલ યાત્રાનું સમાપન થયું હતું.