સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 જૂનથી વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતથી આવતા ભેજવાળા પવનોના કારણે અન્ય સ્થળોએ પણ ઠંડક અનુભવાશે. જો કે રાજ્યભરમાં વરસાદ પડતા હજુ થોડોક સમય લાગી શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 જૂનથી વરસાદની આગાહી
પ્રતિકાત્મક ફોટો
Image Credit source: ફાઇલ ફોટો
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:50 PM

દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના કેટલાક વિસ્તારોમાં આગામી 8 જૂનથી વરસાદ (Rain) ની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણની સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 6 જૂનથી તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતથી આવતા ભેજવાળા પવનોના કારણે અન્ય સ્થળોએ પણ ઠંડક અનુભવાશે. જો કે રાજ્યભરમાં વરસાદ પડતા હજુ થોડોક સમય લાગી શકે છે.

રાજ્યમાં થોડા દિવસો પહેલાંથી પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આકાશમાં વાદળોની દોડાદોડ શરૂ થઈ ગઈ છે. જેના પગલે આકરા તાપમાંથી પણ રાહત મળી છે. જોકે ગરમી અને બફારો યથાવત છે, પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગરમીમાં પણ 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. આમ હવે ધીમે ધીમે ઉનાળાનો અંત થવા જઈ રહ્યો છે.

આ વખતે ચોમાસું સમયસર આવવાની આગાહી છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂનના તેના સામાન્ય નિર્ધારિત સમયના ત્રણ દિવસ પહેલા રવિવારે કેરળમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગે આ માહિતી આપી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાને ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની જીવાદોરી ગણવામાં આવે છે. ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 1 જૂનના તેના સામાન્ય નિર્ધારિત સમયને બદલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બુધવારે, 29 મેના રોજ કેરળમાં પહોંચ્યું છે. અગાઉ IMD ચક્રવાત અસાનીના બાકીના ભાગની મદદથી 27 મેના રોજ ચોમાસું કેરળ પહોંચવાની અપેક્ષા હતી.