ધોરણ 12 સાયન્સના પરિણામમાં લાઠી પ્રથમ નંબરે, જૂનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR

|

May 12, 2022 | 4:28 PM

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમરેલીના લાઠીની કલાપી વિનય મંદિર શાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કલાપી વિનય મંદિર શાળા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 96.12 ટકા પરિણામ સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર આવી છે.

ધોરણ 12 સાયન્સના પરિણામમાં લાઠી પ્રથમ નંબરે, જૂનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR
સફળ વિદ્યાર્થીઓ

Follow us on

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમરેલીના (Amreli) લાઠીની કલાપી વિનય મંદિર શાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કલાપી વિનય મંદિર શાળા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 96.12 ટકા પરિણામ સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર આવી છે. ગ્રાન્ટેડ શાળા (Granted school) પ્રથમ નંબર પર આવતા શિક્ષકો અને સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગામના આગેવાનોએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

જૂનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ 99.83 PR મેળવ્યા

આ વર્ષે રાજ્યનું 72.2 ટકા પરિણામ આવ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લાનું 80.26 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાંથી કુલ 2 હજાર 563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2 હજાર 57 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 511 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે.જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ 99.83 પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે.અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે. પોતાની સંધર્ષની વાત રજૂ કરતા કહ્યુ હતું કે હું રાજકોટ રૂમ રાખીને રહુ છું.અહીં કોરોના સમયે શાળાના સપોર્ટથી કોઇ મુશ્કેલી પડી ન હતી પરંતુ કોરોનાના લોકડાઉનના બે મહિના અભ્યાસ માટે ભારે મુશ્કેલી પડી હતી.અભ્યાસને વિક્ષેપ પાડી શકાય તેમ ન હતો પરંતુ આવા માહોલ વચ્ચે પણ મનથી અભ્યાસ કર્યો અને ધાર્યુ પરિણામ મેળવ્યું.

અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ

ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ જાહેર થયું છે.

Published On - 4:23 pm, Thu, 12 May 22

Next Article