Amreli: બાબરકોટ ગામે હિંસક બનેલી સિંહણ આખરે પાંજરે પૂરાઈ, વન વિભાગનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

|

Jul 18, 2022 | 9:29 AM

અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે હિંસક બનેલી સિંહણ પાંજરે પૂરાઇ છે. મોડી રાત્રે વન વિભાગે સિંહણને રેસ્ક્યૂ કરવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.

Amreli: અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે હિંસક બનેલી સિંહણ (Terror of the lioness) પાંજરે પૂરાઇ છે. મોડી રાત્રે વન વિભાગે સિંહણને રેસ્ક્યૂ કરવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલાં હુમલાખોર સિંહણે કુલ છ લોકો પર હુમલો કર્યો હતો. રવિવારે સિંહણે માઈન્સ વિસ્તારમાંથી બહાર આવીને સવારે 3 વ્યક્તિ પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા. જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન સમયે સિંહણે ફરી ત્રણ વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ લોકોને કામ સિવાય લોકોને બહાર ન નીકળવા અપીલ કરી હતી.

મહત્વનું છે કે, ગઈકાલે સિંહણે કુલ સવારે ત્રણ વ્યક્તિ ઉપર સિંહણના હુમલો કર્યો હતો અને ફરીથી સાંજે 6 લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સવારે વનવિભાગે ગોઠવેલા ટ્રેકર બાદ SRDના જવાનો ઉપર સિંહણે હુમલો કર્યો હતો. જોકે એક SRD જવાને લાકડી વડે સિંહણનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ એક SRD જવાન રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર ઘટનાને પગલે લોકોના જીવના રક્ષણ માટે પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા વનમંત્રીને સિંહણને સત્વરે પાંજરે પૂરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને પણ ઘરની બહાર ન નકીળવા માટે અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને સાંજના સમય પછી હિંસક પશુઓ વધારે ખતરનાક બની જતા હોય છે ત્યારે ધારાસભ્યએ ગ્રાજમનોને બહાર ન નીકળવા માટે સૂચન કર્યું હતું.

Published On - 7:44 am, Mon, 18 July 22

Next Article