AMRELI : 5 તંદુરસ્ત સિંહોના રેસ્ક્યુના 4 દિવસ બાદ પણ પરત ન મોકલાતા સ્થાનિકોમાં નારાજગી

|

Aug 22, 2021 | 6:06 PM

આ ઘટના રાજુલા પીપાવાવ કોસ્ટલ વિસ્તારની છે, જ્યાં 18 ઓગસ્ટની મધરાતે ધારી ડિવિઝન ગીર પૂર્વની ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 3 સિંહણ સહિત 5 સિંહના ગ્રૂપને પાંજરે પૂરી લઈ જવાયા હતા.

AMRELI : એશિયાટિક સિંહ અને અમરેલી જિલ્લાની શાન ગણાતા ડાલામથ્થા વનરાજ પરિવારનું રેસ્ક્યૂ કરાયું હતું. જેના 4 દિવસ બાદ પણ સિંહ પરિવારને પરત ન લવાતા સિંહપ્રેમીઓની ચિંતા વધી છે. આ ઘટના રાજુલા પીપાવાવ કોસ્ટલ વિસ્તારની છે, જ્યાં 18 ઓગસ્ટની મધરાતે ધારી ડિવિઝન ગીર પૂર્વની ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 3 સિંહણ સહિત 5 સિંહના ગ્રૂપને પાંજરે પૂરી લઈ જવાયા હતા.આ કાર્યવાહી સ્થાનિક પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના વનવિભાગને દૂર રાખીને કરાઈ હતી.વનવિભાગની આ કાર્યવાહી આસપાસના સિંહપ્રેમીઓને શંકાસ્પદ લાગતા તેમણે ચિંતા વ્યક્ત કરી છે.સ્થાનિકોનું કહેવું છે કે સિંહ સ્વસ્થ હોવા છતાં શા માટે તેમને અહીંથી લઈ જવામાં આવ્યા? શા માટે સિંહને પરત લાવવામાં નથી આવતા? સિંહ પ્રેમીઓના આ સવાલનો જવાબ વનવિભાગે આપ્યો નથી.

એશિયાટિક સિંહ અને અમરેલી જિલ્લાની શાન ગણાતા ડાલામથા વનરાજ પરિવારનું સ્થાનિક વનવિભાગને દૂર રાખી રહસ્યમ રીતે ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના 4 દિવસ વિત્યા બાદ કોવાયા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે અમારા સિંહોને પરત લાવો પરંતુ આનો જવાબ વનવિભાગ પાસે હજી સુધી નથી.

આ અંગે કોવાયા ગ્રામ પંચાયતના ઉપસરપંચે કહ્યું આ તંદુરસ્ત પ્રાણીને પાછા લાવવા અમે વનમંત્રી અને જે કઈ પણ ડીવીઝન હશે તેને પત્ર લખીશું.

આ પણ વાંચો : રક્ષાબંધન નિમિત્તે સીએમ રૂપાણીને રાખડી બાંધતા ભાવુક થયા જશીબહેન, કહ્યું મારું બંધ પેન્શન મારા ભાઈએ ચાલુ કર્યું

આ પણ વાંચો : KHEDA : નડિયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

Next Video