Amreli: રાજુલા રેન્જમાં સિંહોની પજવણી ઘટના આવી સામે, વનવિભાગે રામપરા ગામ નજીકથી 3 શખ્સોને ઝડપી પાડ્યા

|

Jul 22, 2022 | 1:53 PM

દેશની શાન ગણાતા ડાલા મથા સવાજનોની સંખ્યા સૌવથી વધુ ગુજરાતના અમરેલી જિલ્લામાં નોંધાય છે. આજે અમરેલી જિલ્લામા સિંહોની પજવણી કરતી ટીખળ ટોળકી જડપાઈ છે.

Amreli: રાજુલા રેન્જમાં સિંહોની પજવણી ઘટના આવી સામે, વનવિભાગે રામપરા ગામ નજીકથી 3 શખ્સોને ઝડપી પાડ્યા
ફોટો - ઝડપાયેલા આરોપી

Follow us on

Amreli: દેશની શાન ગણાતા ડાલા મથા સવાજોની સંખ્યા સૌથી વધુ ગુજરાતના અમરેલી જિલ્લામાં નોંધાય છે. હાલ સિંહોની (Asiatic lion) સંખ્યામાં અમરેલી જિલો આ વર્ષે આગળ છે જ્યારે અહીં વાતાવરણ અનુકૂળ આવ્યું હોવાને કારણે સિંહોની સંખ્યા વધી રહી છે. આજે અમરેલી જિલ્લામા સિંહોની પજવણી કરતા ટીખળ ટોળકી જડપાઈ છે. અહીં પજવણી અને હેરાન પરેશાન કરવાની પ્રવૃતિઓ વધી રહી છે, ત્યારે સૌવથી વધુ રાજુલા પંથકમાં આ પ્રકારની સિંહોની પજવણીની ઘટના સામે આવતા પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCF જયન પટેલ એક્શન મોડમાં આવ્યા છે.

આ પ્રકારની પ્રવૃતી ન ચલાવવા તમામ રેન્જ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટરોને કડક આદેશ સાથે સૂચનાઓ આપવામાં આવી છે. જેને લઈ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. રાજુલા વનવિભાગની ટીમ રામપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે સમયે સિમ વિસ્તારમાં 3 શખ્સ સિંહોની પજવણી કરતા હતા અને તેવા સમયે વનવિભાગની ટીમ ત્રાટકતા ત્રણેય ઇસમોને દબોચી લીધા હતા. થળ ઉપર સિંહો મારણ કરતા હોય તેમને દૂર ખસેડી સિંહ દર્શન કરવા આ પ્રકારની પ્રવૃતિઓ સતત કરતા હતા જ્યારે આ શખ્સોના બાઈલ કબજે કરતા સિંહો સાથે સેલ્ફી,સિંહો પાછળ દોડધામ કરી સતત પજવણી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તમામને ઝડપીને કાયદેસરની કાર્યવહિ હાથ ધરવામાં આવી છે.

રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. આરોપી રામપરા ગામના રહેવાસી દુલાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર 22, આરોપી રામપરા ગામના રહેવાસી દુલાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર 22, નકાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર 22 અને સાવજભાઈ દડુભાઈ વાઘ જે વ્યક્તિ અગાવ પણ વર્ષો પહેલા સિંહોની પજવણી કરી હોવાનું વનવિભાગની તપાસમાં ખુલ્યું છે. જેના કારણે તેમની વધુ પૂછ પરછ શરૂ કરી અને સમગ્ર કામગીરીમાં પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ. જયન પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એ.સી.એફ.નીલેશ વેગડા, આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ, રાઉન્ડ ફોરેસ્ટરો ટ્રેકરો વનવિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

વનવિભાગના DCFજયન પટેલએ કહ્યું હતું કે, સિંહ સહિત વન્યપ્રાણીની પજવણી ક્યારેય ન કરવી જોઈએ લોકોએ જાગૃત થવાની જરૂર છે. આવી પ્રવુતિ સામે આવશે તો વનવિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે લોકોને અપીલ કરું છું આ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી. કેમ કે સિંહોની પજવણી કરવાથી ગુનો તો બને જ છે સાથે સિંહો ઉશ્કેરાય જતા હોય છે અને અટેક કરવાની સંભાવના વધી જતી હોય છે.

(With Inputs From Jaydev Kathi)

Next Article