AMRELI: વાવણીલાયક વરસાદ થતા બાબરા પંથકના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી

|

Jun 05, 2021 | 6:00 PM

દર વર્ષે મોટાભાગના ખેડુતો અગિયારશ બાદ વાવણી કરતા હોય છે ત્યારે આ વખતે વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડુતો 20 દિવસ પહેલા વાવણીમાં જોત્રાઈ ગયા હતા.

AMRELI : દક્ષિણ ભારતથી ચોમાસુ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમ્યાન અમરેલીના બાબરા (Babra) પંથકમાં સારી વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. બાબરા શહેર તેમજ પંથકના ગામડાઓમા ગઈકાલે સારો એવો વરસાદ હતો ને નદીમાં પૂર જોવા મળ્યા હતા.

 

બાબરામાં ગઈકાલે સારો એવો વરસાદ પડી જતા ખેડૂતોએ વાવણીની કરી શરૂઆત બાબરા શહેર તેમજ પંથકનાં ગામડાઓમાં ગઈકાલે સારો એવો વરસાદ પડયો હતો જેના કારણે નદીઓમાં સારા એવા પૂર આવ્યા હતાં અને નદી નાળા પણ છલકાયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં. જેને લઈ ને જગતના તાતે વાવણીનું કામ શરૂ કર્યું હતું. મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં કપાસ અને મગફળી સોયાબીન સહિતનું વાવેતર કરતા જોવા મળ્યા હતા.

દર વર્ષે મોટાભાગના ખેડુતો અગિયારસ બાદ વાવણી કરતા હોય છે ત્યારે આ વખતે વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડૂતો 20 દિવસ પહેલા વાવણીમાં જોતરાઈ ગયા હતા. બાબરા શહેર તેમજ પંથકના ગામડાઓમા ગઈ કાલે સારો એવો વરસાદ હતો ને નદીમાં પૂર પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Jamnagar: ખાનગી શાળાઓ માટે અનુકરણ કરવા જેવી વાત, જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલે કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ 40% ફી માફ કરી દીધી

Next Video