ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
Follow us on
અમરેલી જિલ્લામાં ફરી મોડી રાત્રે ભૂકંપના આચંકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભાના ભાડ વાકીયા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા સાકરપરા બગોયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ ભૂકંપનો આચકો અનુભવાયો હતો.લગભગ 11:35 મિનિટે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
જો કે હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. પરતું વારંવાર અમરેલી જિલ્લામાં આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અમરેલી સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.
વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.