AMRELI : જાફરાબાદ બંદર પર વાવાઝોડાએ સર્જેલી તારાજીના દ્રશ્યો આવ્યા સામે, જુઓ આ વીડિયો

|

May 23, 2021 | 12:33 PM

AMRELI : વાવાઝોડા તાઉ તેએ સર્જેલા વિનાશના દ્રશ્યો ધીરેધીરે સામે આવી રહ્યાં છે. આવા જ કેટલાક ડ્રોનના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. આ વાવાઝોડાએ અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે તારાજી વેરી છે.

AMRELI : વાવાઝોડા તાઉ તેએ સર્જેલા વિનાશના દ્રશ્યો ધીરેધીરે સામે આવી રહ્યાં છે. આવા જ કેટલાક ડ્રોનના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. આ વાવાઝોડાએ અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે તારાજી વેરી છે. હાલ અમરેલીના જાફરાબાદ બંદરે સર્જાયેલી તારાજીના કેટલાક ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે.

17 મેના રોજ ત્રાટકયું હતું વાવાઝોડું

17 મેના રોજ ગુજરાતના દીવના દરિયાકાંઠે ત્રાટકેલા ‘તાઉ-તે’ વાવાઝોડાએ ભયાનક તબાહી સર્જી છે. 6 જેટલા જિલ્લાઓમાં આ વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે. જેમાં સૌથી વધુ પ્રવાભિત જિલ્લાઓમાં ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વાવાઝોડાએ તાબહીનો તાંડવ કર્યો હતો. જાફરાબાદ બંદરના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બંદરનો ભયાનક દૃશ્ય ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. જે જોઇને જાણી શકાય છે કે, ‘તાઉ-તે’ વાવાઝોડાએ દરિયાકાંઠે કેવો વિનાશ વેર્યો છે.

 

જાફરાબાદ બંદરે ઠેરઠેર વિનાશના દ્રશ્યો

આ દ્રશ્યોમાં જાફરાબાદ બંદર પર દરિયાકિનારે લાંગરેલી બોટોને કેટલું નુકસાન થયું છે તે જોઇ શકાય છે. આ ડ્રોન વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ભાંગેલી બોટો જેટી પર ચડી ગઇ છે. વિનાશક વાવાઝોડાની અસરને કેદ કરવા માટે સમગ્ર શહેરને ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. આ વાવાઝોડામાં સૌથી વધુ બંદર પર નુકસાન થયાનું માછીમારો કહી રહ્યા છે.

માછીમારોને થયું ભારે નુકસાન
જાફરાબાદના માછીમારોના કહેવા પ્રમાણે વાવાઝોડાને કારણે એટલું નુકસાન વેઠવું પડયું છેકે આવતી સિઝનમાં પણ માછીમારો બેઠાં નહીં થઇ શકે. કેટલાક માછીમારીની મોટી બોટો તૂટી ગઇ છે અને કેટલીક બોટો તણાઇ ગઇ છે. તો કેટલીક બોટો બંદર પર જ ભાંગી ગઈ છે. તો કેટલીક લાંગરેલી બોટો જેટી પર ચડી ગઈ છે.

Published On - 12:32 pm, Sun, 23 May 21

Next Video