અમરેલીની સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી, કોરોના પોઝિટિવ દર્દીના ગંભીર આરોપ

|

Oct 17, 2020 | 5:50 PM

સરકારી હૉસ્પિટલની લાલિયાવાડી કોઇ નવો મુદ્દો નથી. ત્યારે અમરેલીની એક સરકારી હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અમરેલીની સરકારી હૉસ્પિટલને લઇ સાવરકુંડલાના એક કોરોના પોઝિટીવ દર્દીએ ગંભીર આરોપ લગાવ્યા છે. અમરેલીની રાધિકા ગોળ હૉસ્પિટલમાં  કોરોનાગ્રસ્ત પિતા પુત્ર બંને દાખલ હતા. ત્યારે પુત્રએ હૉસ્પિટલની બેદરકારીને લઇ આરોપ લગાવતા કહ્યું કે તેમના પિતાની તબિયત ખૂબ જ ગંભીર […]

અમરેલીની સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી, કોરોના પોઝિટિવ દર્દીના ગંભીર આરોપ

Follow us on

સરકારી હૉસ્પિટલની લાલિયાવાડી કોઇ નવો મુદ્દો નથી. ત્યારે અમરેલીની એક સરકારી હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અમરેલીની સરકારી હૉસ્પિટલને લઇ સાવરકુંડલાના એક કોરોના પોઝિટીવ દર્દીએ ગંભીર આરોપ લગાવ્યા છે. અમરેલીની રાધિકા ગોળ હૉસ્પિટલમાં  કોરોનાગ્રસ્ત પિતા પુત્ર બંને દાખલ હતા. ત્યારે પુત્રએ હૉસ્પિટલની બેદરકારીને લઇ આરોપ લગાવતા કહ્યું કે તેમના પિતાની તબિયત ખૂબ જ ગંભીર હોવા છતાં કોઇ તબીબ તેમને જોવા ન હતા આવતા. આ ઉપરાંત, આરોપ લગાવનાર દર્દીએ હૉસ્પિટલની અન્ય સુવિધાઓને લઇને પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

દર્દી કોરોના પોઝિટિવ હોવા છતાં તેમને હોમ ક્વોરન્ટાઈન માટે મોકલી અપાયા. દર્દીનો આરોપ છેકે, તેમને ઘરે મોકલવા કોઈ વ્યવસ્થા કરાઈ નહીં. તેઓ એસટી બસમાં મુસાફરી કરીને ઘરે આવ્યા. તેમણે દહેશત પણ વ્યક્ત કરી કે, તેઓ અનેક લોકો માટે સંક્રમણનું કારણ પણ બન્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓને સાંજના જમવામાં છાશ આપવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તો પથારી અને ઓશીકાની પણ સુવિધા ન હોવાનો તેમણે દાવો કર્યો છે. કોરોનાના દર્દીને જ્યાં તબીબો ગરમ પાણી પીવાની સલાહ આપે છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં કુલરનું ઠંડુ પાણી આપવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article