ગૌશાળા સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી, જુઓ VIDEO

ગૌવંશ બચાવવા માટે ગોવાળિયાઓ કંઇપણ કરી છુટે છે. આ વાત તો આપણે જાણીએ જ છે. પરંતુ આ દ્રશ્યો જોઇએને તમને ખરેખર વિશ્વાસ આવી જશે. અમરેલીના ખાંભાના મોટા બારમાણ ગામે એક ગૌશાળાના સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી. દ્રશ્યોમાં તમે જોઇ શકો છો કે દેવશી વાઢેર નામના વ્યક્તિ પહેલા ગાયોના ધળને દોડતું જુએ છે. […]

ગૌશાળા સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી, જુઓ VIDEO
| Updated on: Jun 18, 2019 | 11:53 AM

ગૌવંશ બચાવવા માટે ગોવાળિયાઓ કંઇપણ કરી છુટે છે. આ વાત તો આપણે જાણીએ જ છે. પરંતુ આ દ્રશ્યો જોઇએને તમને ખરેખર વિશ્વાસ આવી જશે. અમરેલીના ખાંભાના મોટા બારમાણ ગામે એક ગૌશાળાના સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી. દ્રશ્યોમાં તમે જોઇ શકો છો કે દેવશી વાઢેર નામના વ્યક્તિ પહેલા ગાયોના ધળને દોડતું જુએ છે.

આ પણ વાંચો:

જેથી તેમને કંઇ અજુગતુ થયું હોવાનો ભાસ થયો. અને તેમણે બહાર આવીને જોયું તો. એક સિંહ ગાયનો શિકાર કરવા માટે તેની પાછળ દોડતો આવી રહ્યો છે. તરત જ દેવશીભાઇએ સાહસ બતાવીને સિંહ સામે લાકડી વડે પ્રહાર કર્યો. અને સિંહ પણ લાકડીના પ્રહારથી ડરીને ભાગી છુટયો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. દેવશી વાઢેર ગૌશાળાના સંચાલક સાથે મોટા બારમણના સરપંચ પણ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો