Amreli: જાફરાબાદની વધુ એક બોટ સંપર્કવિહોણી થતા ચિંતા વધી, 7 ખલાસીઓ બોટમાં

|

Sep 15, 2021 | 9:32 PM

જાફરાબાદની વધુ એક બોટ સંપર્કવિહોણી થતા માછીમારો ચિંતામાં આવી ગયા છે. કોસ્ટગાર્ડ દ્વારા દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરાઈ છે.

અમરેલીથી (Amreli) ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાફરાબાદની (Jafrabad) વધુ એક બોટ સંપર્ક વિહોણી બની છે. મળેલી માહિતી અનુસાર આ બોટમાં 7 ખલાસી છે. 7 ખલાસી સાથેની બોટ સંપર્કવિહોણી (Boat Missing) થતા ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સંપર્કવિહોણી થયેલી આ બોટનું નામ છે અશ્વિની સાગર. ખલાસી સહીત બોટ સંપર્કવિહોણી થતા માછીમારો ચિંતામાં આવી ગયા છે. હવે કોસ્ટગાર્ડ દ્વારા દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાહેર છે કે ઘણા દિવસથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને એ પ્રમાણે ખુબ માત્રામાં વરસાદ પડી રહ્યો છે. આગાહી સાથે ઘણા વિસ્તારોમાં દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી હતી. અશ્વિની સાગર નામની બોટ લાપતા હોવાથી માછીમારો ચિંતામાં આવી ગયા છે. હવે સંપર્કવિહોણી બનેલી આ બોટની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી છે. દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરાઈ.

 

આ પણ વાંચો: Gujarat Monsoon: ક્યાંક જળાશયો ખાલી, તો ક્યાંક ખેતર ફેરવાયા બેટમાં, જાણો ક્યાં છે કેવી પરિસ્થિતિ

Next Video