VIDEO: ગુજરાત સરકાર વીજગ્રાહકો પાસેથી વસૂલશે તોતિંંગ વધારો, વીજગ્રાહકો પાસેથી 3 માસના બિલમાં 256 કરોડ ખંખેરશે

ગુજરાત સરકારે તેના ૧.૩૦ કરોડથી વધુ વીજગ્રાહકોને કોરોનાથી સર્જાયેલી અતિશય હાડમારીના સમયમાં મોટો ફટકો માર્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNLએ વીજળીના ભાવમાં યુનિટ દીઠ ૧૨ પૈસાનો વધારો ઝીંક્યો છે. એપ્રિલ, મે, જૂન ૨૦૨૦માં ફ્યૂઅલ સરચાર્જ યુનિટદીઠ ૧ રૂપિયો ૯૦ પૈસા હતો તે હવે વધીને રૂ. ૨.૦૨ થશે. આ ૧૨ પૈસા વધવાને કારણે ત્રણ […]

VIDEO: ગુજરાત સરકાર વીજગ્રાહકો પાસેથી વસૂલશે તોતિંંગ વધારો, વીજગ્રાહકો પાસેથી 3 માસના બિલમાં 256 કરોડ ખંખેરશે
| Updated on: Aug 01, 2020 | 4:40 AM

ગુજરાત સરકારે તેના ૧.૩૦ કરોડથી વધુ વીજગ્રાહકોને કોરોનાથી સર્જાયેલી અતિશય હાડમારીના સમયમાં મોટો ફટકો માર્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNLએ વીજળીના ભાવમાં યુનિટ દીઠ ૧૨ પૈસાનો વધારો ઝીંક્યો છે. એપ્રિલ, મે, જૂન ૨૦૨૦માં ફ્યૂઅલ સરચાર્જ યુનિટદીઠ ૧ રૂપિયો ૯૦ પૈસા હતો તે હવે વધીને રૂ. ૨.૦૨ થશે. આ ૧૨ પૈસા વધવાને કારણે ત્રણ મહિનામાં રૂ.૨૫૬ કરોડનું જંગી ભારણ સરકારી વીજળી વાપરતા ગ્રાહકો ઉપર આવશે. જેથી ૧૦ પૈસા લેખે ગ્રાહકો ઉપર જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરના ત્રણ મહિનાના ગાળામાં રૂ. ૨૧૫ કરોડનો બોજો આવશે અને બાકીના રૂ. ૪૫ કરોડનું ભારણ સપ્ટેમ્બર પછીના ક્વાર્ટરમાં લદાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો