સુરતમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા 200 સ્થળોએ કરાશે રેપીડ ટેસ્ટ, કોરોનાને કાબુમાં લેવા 3T ઉપર મૂકાયો ભાર

|

Jul 28, 2020 | 6:44 AM

સુરતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લઈને સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચિંતામાં છે. સુરતમાં વધી રહેલા કેસને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 200 જેટલા સ્થળોએ કોરોનાનું પરિક્ષણ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલ, ક્લિનીક, લેબોરેટરીમાં રેપીડ ટેસ્ટ કરવા માટે રૂ. 200થી 700ની વસૂલાત કરાશે. રેપિડ ટેસ્ટ દ્વારા કોરોનાના પોઝીટીવ દર્દીઓને શોધીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરાશે. 90 […]

સુરતમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા 200 સ્થળોએ કરાશે રેપીડ ટેસ્ટ, કોરોનાને કાબુમાં લેવા 3T ઉપર મૂકાયો ભાર

Follow us on

સુરતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લઈને સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચિંતામાં છે. સુરતમાં વધી રહેલા કેસને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 200 જેટલા સ્થળોએ કોરોનાનું પરિક્ષણ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલ, ક્લિનીક, લેબોરેટરીમાં રેપીડ ટેસ્ટ કરવા માટે રૂ. 200થી 700ની વસૂલાત કરાશે. રેપિડ ટેસ્ટ દ્વારા કોરોનાના પોઝીટીવ દર્દીઓને શોધીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરાશે. 90 ઘન્વંતરી રથ ઉપર રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યાં છે. ઉદ્યોગ, સુપર સ્પ્રેડર કહેવાય તેવા લોકોના કોરોના ટેસ્ટ કરવા ઉપર ભાર મૂકાશે. સુરતમાં કોરોના માટે 3T ઉપર ભાર મૂકાયો છે. જે ટેસ્ટ, ટ્રેક અને ટ્રિટમેન્ટ (Test, Track, Treatment)કરીને કોરોનાનુ સંક્રમણ અટકાવવો પ્રયાસ કરાશે. સુરત મ્યુનિસિપલ કમિશનરે ટીવી9 ગુજરાતીને જણાવ્યુ હતું કે કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવ નહી બનાવાય. સુરતમાં ડાયમંડ ફેકટરીને કારણે કોરોનાનો વ્યાપ વધ્યો હતો. પરંતુ કેટલીક માર્ગદર્શીકાઓનું ચુસ્ત પાલન કરાતા ડાયમંડ ક્ષેત્રમાંથી આવતા કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે.

Next Article