
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 લોકોના નિપજેલા મોતનાં કેસમાં શહેર કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામેલા દર્દીઓને લો ગાર્ડન ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જો કે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થતા પોલીસ પહોંચી અને કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો જો કે પોલીસે કાર્યક્રમ કરે તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. અટકાયતનું પગલું ભરવામાં આવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી લેતા તેનો સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.